મમતા બેનર્જીનું વાયદા બજાર: TMCનો ચૂંટણી ઢંઢેરો જાહેર, રાશન, આરોગ્ય, રોજગારીને લઈને આપ્યા આ વચનો

મમતા બેનર્જીનું વાયદા બજાર: TMCનો ચૂંટણી ઢંઢેરો જાહેર, રાશન, આરોગ્ય, રોજગારીને લઈને આપ્યા આ વચનો

કોલકત્તા, તા. 17 માર્ચ 2021, બુધવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે TMCનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મુખ્યમંત્રીએ પોતાના 10 વર્ષના કાર્યકાળની 

ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું કે, 100 દિવસના કામમાં બંગાળ દેશમાં નંબર વન છે, ટીએમસી સરકારે જે કામ કર્યું તેના સમગ્ર દુનિયાએ વખાણ કર્યાં છે. 47 લાખ પરિવારને નળથી જળ પાણી પહોંચાડવામાં આવી છે. રાજ્યમાં 1.5 કરોડ લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું, અમે બેરોજગારીને ઘટાડીશું. એક વર્ષમાં પાંચ લાખ નોકરીની તકો ઉભી કરીશું. મમતા બેનર્જીએ કહ્યું કે, ડોર સ્ટેપ ડિલીવરીની શરૂઆત થશે.

તેમણે કહ્યું કે, કન્યાશ્રી, રૂપાશ્રી, સ્વાસ્થ્ય સાથી યોજનાઓને શરૂ રાખવામાં આવશે. સામાન્ય કેટેગરીના દરેક પરિવારને દરેક મહિને 500 રૂપિયા, અનુસુચિત જાતિ અને સબ કાસ્ટના પરિવારોને 1 હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે. વિધવા મહિલાઓને 1લી મેથી એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે. વિધવા મહિલાઓને મેથી એક હજાર રૂપિયા આપવામાં આવશે.

મમતા બેનર્જીએ કહ્યું કે, દર વર્ષે ચાર મહીના દુઆરે સરકાર યોજના ચાલતી રહેશે. રાજ્યના દરેક પરિવારની લઘુત્તમ આવક સુનિશ્ચિત કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં લોકોની કમાણી બે ગણી થઈ છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ કાર્ડ લાવવામાં આવશે 68 લાખ ખેડુતોને મદદ કરવામાં આવશે.

Share: