કોર્ટના નકલી દસ્તાવેજો બનાવીને ફાયદો ઉઠાવવો ગંભીર ગુનોઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટના નકલી દસ્તાવેજો બનાવીને ફાયદો ઉઠાવવો ગંભીર ગુનોઃ સુપ્રીમ કોર્ટ


– અદાલતી રેકોર્ડ સાથે છેડછાડ કરનારા વ્યક્તિને જામીન આપતી વખતે હાઈકોર્ટે વધુ ધ્યાન રાખવું જોઈએ

નવી દિલ્હી, તા. 16 માર્ચ, 2021, મંગળવાર

સુપ્રીમ કોર્ટે સોમવારે છેતરપિંડીના કેસમાં હાઈકોર્ટ દ્વારા એક વ્યક્તિને આપવામાં આવેલા જામીન રદ્દ કર્યા હતા અને કોર્ટના નકલી દસ્તાવેજો તૈયાર કરવા કે તેના સાથે છેડછાડ કરીને ફાયદો ઉઠાવવો એ ગંભીર ગુનો છે તેમ કહ્યું હતું. 

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર. શાહની પીઠે જણાવ્યું કે, ‘કોર્ટના બોગસ દસ્તાવેજો તૈયાર કરવા કે તેમાં છેડછાડ કરીને ફાયદો લેવો એ ખૂબ ગંભીર ગુનો છે. જો નકલી અદાલતી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે કે તેમાં છેડછાડ કરવામાં આવે તો તેનાથી ન્યાય બાધિત થશે. કોર્ટના નકલી દસ્તાવેજો તૈયાર કરવા કે તેમાં છેડછાડ કરી ફાયદો ઉઠાવવો અને બે વ્યક્તિ વચ્ચેના નકલી દસ્તાવેજના કેસમાં આભ જમીનનો ફેર છે.’

શીર્ષ અદાલતે કથિત રૂપે અદાલતી રેકોર્ડ સાથે છેડછાડ કરનારા વ્યક્તિને જામીન આપતી વખતે હાઈકોર્ટે વધુ ધ્યાન રાખવું જોઈએ તેમ પણ કહ્યું હતું. 

Share: