26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડમાં સામેલ થયેલા 16 ખેડૂતો હજુ પણ ગાયબ : સંયુક્ત કિસાન મોર્ચા

26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડમાં સામેલ થયેલા 16 ખેડૂતો હજુ પણ ગાયબ : સંયુક્ત કિસાન મોર્ચા

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

છેલ્લા 75 દિવસ કરતા પણ વધારે સમયથી દિલ્હીની સરહદો પર ખેડૂતો પકૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હેવે શનિવારે ખેડૂતોએ એવું નિવેદન આપ્યું છે કે તેમણે નક્કી કરી લીધું છે કે તેઓ હવે અહીં જ રહેશે અને આંદોલન બંધ નહીં થાય. દિલ્હી યુપી ગાઝીપુર બોર્ડર પર એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત જણાવી છે.

ખેડૂત નેતાઓ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે 26 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર પરેડમાં સામેલ થયેલા 16 ખેડૂતો હજુ પણ ગાયબ છે. સાથે જ ખેડૂત નેતાઓએ કહ્યું કે 122 ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પર ક્ષેપ કરતા તેમણે કહ્યું કે પોલીસ દ્વારા ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. સાથે જ ખેડૂતોના ઉત્પિડનની ક્ષેપ પણ કરવામાં આવ્યા છે. 

ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાએ ધરપકડ કરાયેલા ખેડૂતોની આર્થિક મદદ કરવાનુપં એલાન કરવામાં આવ્યું છે. રાકેશ ટિકૈતે જણાવ્યું કે કેટલાક સમાચાર પત્રો આંદોલન વિશે ઘણુ ખરાબ લખે છે. જો તેઓ સુધરશે નહીં તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંયુક્ત કિસાન મોર્ચા સંપૂર્ણ રીતે એકજૂથ છે.

ખેડૂત નેતાઓએ સરકાર પર ખોટું બોલવાનો આક્ષેપ પણ કર્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે મોબાઇલ ટાવર તૂટવા ઉપર વડાપ્રધાનને દુખ થયું પરંતુ 225 ખેડૂતોના મોત થયા છે તે અંગે તેઓ કશું બોલ્યા નથી. આ આંદોલન અમે જીવીત છીએ ત્યાં સુધી શરુ રહેશે.

Share: