સ્થાનિક સ્વરાજ ચૂંટણી : કોંગ્રેસના ડેટિંગ ડેસ્ટિનેશનના વચન સામે ભાજપનો પ્રહાર, જેવા સંસ્કાર તેવા વચન

સ્થાનિક સ્વરાજ ચૂંટણી : કોંગ્રેસના ડેટિંગ ડેસ્ટિનેશનના વચન સામે ભાજપનો પ્રહાર, જેવા સંસ્કાર તેવા વચન

વડોદરા, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકિય રસાકસીનો માહોલ જામ્યો છે. ત્યારે એક નવોજ વિવિદ શરુ થયો છે. વડોદરા કોંગ્રેસે મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં તેમણે યુવાનોને આકર્ષિત કરવા માટે ડેટિંગ ડેસ્ટિનેશનનું વચન આપ્યું છે. કોંગ્રેસના આવા વચન બાદ વડાદરા સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. 

ભાજપ દ્વારા કોંગ્રેસના આવા વચન સામે કટાક્ષ કરવામાં આવ્યો છે. ભાજપે કહ્યું કે કોંગ્રસ પાસે જેવા સંસ્કાર છે તેવા વચન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આજે જ્યારે કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો તો તેમાં યુવાનો માટે ડેટિંગ ડેસ્ટિનેશન બનાવવાની વાત કરી છે. ત્યારબાદ આ વિવાદ શરુ થયો છે.

કોંગ્રેસે ઘોષણા પત્રમાં જણાવ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો ડેટિંગ ડેસ્ટિનેશન તૈયાર કરશે. વડોદરા કોંગ્રેસના અધ્યક્ષ પ્રશાંત પટેલનું કહેવું છે કે યુવા વર્ગને પણ જીવવાનો અધિકાર છે. જે કેફે સેન્ટર હતા તેને સરકારે બંધ કર્યા છે અને આમ પણ કેફે સેન્ટરમાં અમીર લોકો જ જઇ શકે છે. ગરીબ અને મધ્યમ વગર્ગના યુવાનો ક્યાં જશે? 

આ તરફ ભાજપનું કહેવું છે કે જેમના જેવા સંસ્કાર તેવી વાતો કરે. વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. જ્યાં ભાજપે બગીચા, જિમ અને બાળકોના રમવા માટે પાર્ક બનાવ્યા છે. કોંગ્રેસે આ ડેટિંગ ડેસ્ટિનેશન બનાવવાનો નિર્ણય રાહુલ ગાંધીના કહેવાથી કર્યો હશે. 

Share: