સાઉદીએ ભારત સહિત ૨૦ દેશો પર પ્રતિબંધ મૂક્યો

સાઉદીએ ભારત સહિત ૨૦ દેશો પર પ્રતિબંધ મૂક્યો

રિયાધ, તા. ૧૧સાઉદી અરેબિયાએ કોરોનાના ડરથી ભારત સહિતના ૨૦ દેશોના નાગરિકોના સાઉદી પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદીના વિદેશ મંત્રાલયે આ બાબતે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસને જાણકારી આપી હતી.ભારતના દૂતાવાસે એક ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. દૂતાવાસના કહેવા પ્રમાણે સાઉદી અરેબિયાની સરકારે ફેબ્રુઆરી-૨૦૨૧થી પ્રતિબંધ લાગુ કર્યો છે.ભારત સિવાય આર્જેન્ટિના, જર્મની, અમેરિકા, ઈન્ડોનેશિયા, ઈટાલી, પાકિસ્તાન, બ્રાઝિલ, બ્રિટન, સ્વિડન, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, પોર્ટુગલ, તુર્કી, સાઉથ આફ્રિકા સહિતના દેશોના નાગરિકો પર કામચલાઉ ધોરણે પ્રવેશ પ્રતિબંધ મૂક્યો છે.

Share: