સરકારના આંકડાને સાચા કેમ માનવા? અમદાવાદની સોલા સિવિલમાં એક મહિનમાં 300 દર્દીઓના મોત થયા

સરકારના આંકડાને સાચા કેમ માનવા? અમદાવાદની સોલા સિવિલમાં એક મહિનમાં 300 દર્દીઓના મોત થયા

અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સતત એવા આક્ષેપો થઇ રહ્યા છે કે સરકાર મૃત્યુઆંક છુપાવી રહી છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. હજુ ગઇ કાલે જ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર મૃત્યુઆંક છુપાવવાના આક્ષેપો કર્યા છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે રાજ્યમાં કોરનાના કારણે અત્યાર સુધીમાં 2 લાખ કરતા પણ વધારે લોકોના મોત થયા છે. ત્યારે આજે જે વાત સામે આવી છે તના પરથી એવું જ થાય છે કે સરકારના મોતના આંકડાને સાચો કેમ માનવો?

એપ્રિલ મહિનામાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં મોતનું તાંડવ જોવા મળ્યું હતું. સરકારી દાવાઓથી સોલા સિવિલમાં એપ્રિલ મહિનામાં થયેલા મોતનો આંકડો કંઇક અલગ જ છે. અમદાવાદની સોલા સિવિલના મોતના આંકડા પણ અત્યંત ચોંકાવનારા છે. સોલા સિવિલમાં એપ્રિલ મહિનામાં 300 જેટલા દર્દીઓના મોત થયા છે. દરરોજ સરરેશા ત્યાં 8થી 10 લોકોના કોરોનાને કારણે મોત થતા હતા.

જો કે હાલ અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં કોરોના વાયરસનો કહેર ઓછો થયો હોય તોમ લાગે છે. કોરોનાના કેસ ઘટ્યા છે અને સાથે સાથએ મૃત્યુઆંક પણ ઘટ્યો છે. સોલા સિવિલમાં પણ વર્તમાન સમયે કોરોનાના કારણે થતા મોતમાં ઘટાડો થયો છે. 

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘાતક વાયરસના કહેરમાં થોડોક ઘટાડો નોંધાયો છે. સાથે સાથે સંક્રમણને નાથવા માટે આજે ગુજરાતમાં રાત્રિ કફર્યુની મુદ્દતમાં વધારો થઇ શકે છે. રાજ્યના 36 શહેરોમાં લાદવામાં આવેલા રાત્રિ કફર્યુની મુદ્દત બુધવારે પૂર્ણ થઇ રહી છે. 

Share: