શાહમૃગની જેમ રેતીમાં માથુ નાંખી દેવુ એ પોઝિટિવિટી નથી, મોદી સરકાર પર રાહુલ ગાંધીનો કટાક્ષ

શાહમૃગની જેમ રેતીમાં માથુ નાંખી દેવુ એ પોઝિટિવિટી નથી, મોદી સરકાર પર રાહુલ ગાંધીનો કટાક્ષ

નવી દિલ્હી,તા.12 મે 2021,બુઘવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોનાની સ્થિતિને લઈને સરકાર પરના પોતાના હુમલા ચાલુ જ રાખ્યા છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કોરોના મહામારીને લઈને મોદી સરકારન નિષ્ફળ ગણાવી હતી. હવે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધવા માટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક મીડિયા રિપોર્ટને શેર કર્યો છે. જેમાં કહેવાયુ છે કે, હવે મોદી સરકાર અને ભાજપ પોઝિટિવ વાતો કરવા પર જોર આપશે.આ રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ છે કે, કેન્દ્ર સરકાર હવે રોજના બુલેટિનમાં કોવિડના દર્દીઓની સખ્યા પોઝિટિવની જગ્યાએ નેગેટિવ બતાવવા પર વિચાર કરી રહી છે.

રાહુલ ગાંધીએ આ આર્ટિકલને શેર કરીને કહ્યુ છે કે, પોઝિટિવ વિચારસરણીનુ ખોટુ આશ્વાસન એવા લોકો  સાથે મજાક છે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને હોસ્પિટલ બેડ તથા દવાની અછત સામે ઝઝૂમી રહ્યા છે. રેતીમાં માથુ ખોસી દેવુ એ પોઝિટિવિટી નથી, દેશવાસીઓ સાથે સરકારનો દગો છે.

આ પહેલા પણ રાહુલ ગાંધીએ દેશમાં વેક્સીન, ઓક્સિજનની અછત સામે સવાલ ઉઠાવેલા છે.રાહુલ ગાંધીએ તાજેતરમાં પણ કહ્યુ હતુ કે, નથી વેક્સીન અને નથી રોજગાર, લોકો વેઠી રહ્યા છે કોરોનાનો માર, દરેક મોરચા પર ફેલ મોદી સરકાર.

Share: