વિશ્વમાં કોરોના ફેલાવનાર ચીનનું અર્થતંત્ર બુલેટ ગતિએ : 18 ટકા વૃદ્ધિ

વિશ્વમાં કોરોના ફેલાવનાર ચીનનું અર્થતંત્ર બુલેટ ગતિએ : 18 ટકા વૃદ્ધિ


– ભારતના દરેક નાગરિકોએ અને સરકારે ચીનની તમામ આયાત વસ્તુનો બહિષ્કાર કરવો પડશે

– ભારતનો દરેક નાગરિક કોરોનાથી ત્રસ્ત છે : ચીનને બહિષ્કારની ભાષામાં સરકારે જવાબ આપવો જોઈએ

મુંબઈ : ઘરઆંગણે તથા વિદેશમાં માગમાં જોરદાર વધારો થતાં વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ચીનના આર્થિક વિકાસ દરમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ભારત સહિત વિશ્વના અનેક દેશો કોરોનાની મહામારી સામે હજુ પણ ઝઝૂમી રહ્યા છે ત્યારે ચીન આર્થિક વિકાસ દરમાં ગતિ હાંસલ કરી રહ્યું છે. ચીનની સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને ટેકો પૂરો પાડવાનું હજુ પણ ચાલુ છે.

વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં ચીનનો આર્થિક વિકાસ દર ૨૦૨૦ના માર્ચ ત્રિમાસિકની સરખામણીએ  ૧૮.૩૦ ટકા રહ્યો છે. ગયા વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ચીનનો આર્થિક વિકાસ દર  વાર્ષિક ધોરણે ૬.૫૦ ટકા રહ્યો હતો. 

૧૯૯૨માં જ્યારથી આર્થિક વિકાસ દરની નોંધણી શરૂ થઈ છે ત્યારથી પહેલી વખત ચીનનો ત્રિમાસિક વિકાસ દર આટલો ઊંચો જોવા મળ્યો છે એમ ચીન દ્વારા જારી કરાયેલ આંકડાકીય માહિતી પરથી જણાય છે. 

૨૦૨૦ના માર્ચ ત્રિમાસિકમાં ચીનનો આર્થિક વિકાસ દર ૬.૮૦ ટકા ઘટયો હતો. જો કે ત્યારબાદ ચીનની સરકારે કોરોનાના ફેલાવાને અટકાવવા લીધેલા સખત પગલાં તથા વેપાર ઉદ્યોગને અપાયેલી રાહતોથી તે ઝડપથી બેઠું થઈ ગયું છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

નિકાસ માગમાં જોરદાર  વૃદ્ધિને કારણે ચીની કંપનીઓ તે પૂરી કરવામાં ઉત્પાદનમાં વધારો કરી  રહી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ ઉપભોગ માગ વધી રહી છે. ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીએ માર્ચ ત્રિમાસિકમાં વિકાસ દર સાધારણ નીચો રહ્યો છે. 

માર્ચનું ઔદ્યોગિક ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૪.૧૦ ટકા રહ્યું છે જ્યારે રિટેલ સેલ્સ ૩૪.૨૦ ટકા વધ્યું છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં ફિક્સ્ડ એસેટસ ઈન્વેસ્ટમેન્ટસ ૨૫.૬૦ ટકા ઊંચુ રહ્યું હોવાનું પણ સરકારી આંકડા જણાવે છે. 

દેવાને તથા નાણાંકીય જોખમોને કાબુમાં રાખવા ચીનની કેન્દ્રીય બેન્ક ધિરાણ વૃદ્ધિને મંદ પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છ, પરંતુ સાથોસાથ આર્થિક રિકવરી અકટી ન પડે તેની પણ તકેદારી રખાઈ રહી છે. 

એસેટ બબલ્સ સામે સુરક્ષિત રહેવા ચીનના સત્તાવાળાઓએ બેન્કોને તેમની લોન બુકસ ઘટાડવા સૂચના આપી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

પ્રતિબંધો મુક્યા પછી બાઈડેન રશિયા સાથે સમાધાન માટે તૈયાર

અમેરિકા સામે સૌથી મોટો ખતરો ચીન : દુનિયાને હચમચાવશે

–  અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો પર થયેલા હુમલામાં રશિયાનો હાથ હોવાના વ્હાઈટ હાઉસને પુરાવા ન મળ્યાં

અમેરિકી જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટરે અમેરિકી કોંગ્રેસને કહ્યું હતું કે અમેરિકા સામે ૨૧મી સદીમાં સૌથી મોટો વૈશ્વિક ખતરો ચીન છે. બીજી તરફ વ્હાઈટ હાઉસે જાહેર કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો પર તાલિબાનો હુમલો કરતા હતા. આ હુમલાને રશિયા પ્રોત્સાહન આપતું હતું એવા કોઈ પુરાવા મળ્યા નથી. દરમિયાન રશિયા સામે વિવિધ પ્રતિબંધો જાહેર કર્યા પછી બાઈડેને ઢીલું વલણ દાખવતા કહ્યું હતું કે વાટાઘાટો માટે તેઓ તૈયાર છે.

સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અમેરિકી કોંગ્રેસની ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા સામે જો કોઈ પડકાર હોય તો એ ચીન છે. માટે અમેરિકાએ તેને ધ્યાનમાં રાખીને જ પોતાના ભાવિ આયોજનો ઘડવા જોઈએ. તેમણે કહ્યુ હતુ કે ચીન સાથે લાંબે ગાળે સબંધો સુધરે એવી પણ શક્યકા સાવ ઓછી છે.

તાલિબાની આતંકીઓ અમેરિકાના અફઘાનિસ્તાનમાં રહેલા સૈનિકો પર વારંવાર હુમલો કરતા હતા. આ હુમલા માટે રશિયા નાણા-મદદ પુરા પાડતું હોવાનો આક્ષેપ અમેરિકામાં થયો હતો. બાઈડેન ત્યારે પ્રમુખ ન હતા, માટે ટ્રમ્પ પર એવો આક્ષેપ કરતા હતા કે રશિયા આપણા સૈનિકો પર હુમલો કરાવે છે, પણ ટ્રમ્પ રશિયા પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે. માટે કાર્યવાહી કરતાં નથી. બાઈડેનનો એ આક્ષેપ ખોટો સાબિત થયો છે કેમ કે હુમલામાં રશિયામાં સંડોવણીના કોઈ પુરાવા ન મળ્યાની વિગત વ્હાઈટ હાઉસે જ જાહેર કરી હતી.

રશિયાના દસ અધિકારીઓને બાઈડેને હાંકી કાઢ્યા છે, ૬ કંપનીઓ અને અન્ય નાગરિકો સામે પ્રતિબંધ મુક્યો છે. એ પછી હવે બાઈડેને કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વાટાઘાટો માટે તૈયાર છે. જોકે તેમણે રશિયાએ યુક્રેન સરહદે ખડકેલા સૈન્ય સામે વિરોધ પણ રજૂ કર્યો હતો.

Share: