વડોદરામાં મુખ્યમંત્રી વિજય રુપાણીની તબિયત બગડી, ચાલું ભાષણે ચક્કર આવતા પડી ગયા

વડોદરામાં મુખ્યમંત્રી વિજય રુપાણીની તબિયત બગડી, ચાલું ભાષણે ચક્કર આવતા પડી ગયા

વડોદરા, તા. 14 ફેબ્રુઆરી 2021, રવિવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી રવિવારે વડોદરા પ્રવાસે હતા. જ્યાં તેઓ એક ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન ચાલુ ભાષણે તેમની તબિયત લથડી હતી અને ચક્કર આવવાના કારણે તેઓ સ્ટેજ પર પડી ગયા હતા. જો કે તેમની સાથે રહેલા સુરક્ષા જવાનોએ તરત તેમને સંભાળી લીધા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. 

થોડા સમયના આરામ બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો.  મળતી માહિતિ પ્રમણે સતત વ્યસ્તતાના કારણે તેમનું બીપી લો થયું હતું, જેના કારણે તેમને ચક્કર આવ્યા હતા અને પડી ગયા હતા. હવે તેઓ વડોદરાથી  અમદાવાદ આવવા નિકળ્યા છે. અમદાવાદ આવતાની સાથે જ તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલમાં જશે, જ્યાં તેમનો હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.

Share: