લદ્દાખ મામલે ખોટું બોલી રહ્યા છે PM મોદી, નકશા વિવાદને લઇ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

લદ્દાખ  મામલે  ખોટું બોલી રહ્યા છે PM મોદી, નકશા વિવાદને લઇ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હાલમાં ચીને જાહેર કરેલા નવા નકશામાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે, તેના પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે, હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ચીને ભારતની જમીન છીનવી લીધી છે અને વડાપ્રધાને આ વિષય પર બોલવું જોઈએ.

આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપી છે : રાહુલ ગાંધી 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઈંચ પણ જમીન ગઈ નથી તે જૂઠ છે. આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપ કરી છે. નકશાનો મામલો ગંભીર છે, કારણ કે તેઓએ જમીન લીધી છે. વડાપ્રધાને આ અંગે કંઈક કહેવું જોઈએ.

Share: