રાહતઃ હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત

રાહતઃ હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત


– બજાર એક કલાક વધુ ખૂલ્લા રહેવાની સાથે જિમ અને રેસ્ટોરન્ટ સંચાલકોને બખ્ખાં

અમદાવાદ, તા. 9 જૂન 2021, બુધવાર

ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અને કોરોના નિયંત્રણ ગાઈડલાઈનમાં રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. 11ની જૂન પછી હોટલ-રેસ્ટોરન્ટમાં 50 ટકાની છૂટ સાથે ભોજન લઈ શકાશે.

રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે હોટલ ઈન્ડસ્ટ્રીને રાહત મળી છે. નવા નિયંત્રણોમાં રાહત આપવામાં આવ્યાં છે. જેના અંતર્ગત હોટલ-રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ પણ મળશે. 50 ટકાની સંખ્યામાં લોકો હોટલ-રેસ્ટોરન્ટમાં બેસીને જમી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો. 

તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.

ગુજરાતને મળી નવી રાહતો

• રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે.

• ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે

• રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી તારીખ 26 જુન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે

• તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે

• વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે

• જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે

• રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે

• રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે

• રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

• શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી તારીખ 26 જુન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.

રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.

રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શિક્ષણમંત્રી, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય સચિવઅનિલ મુકીમ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવકૈલાસનાથન ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ સહિત વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share: