રામ મંદિર માટે 18 કરોડમાં શા માટે ખરીદી જમીન? ટ્રસ્ટે કેન્દ્ર અને RSSને મોકલ્યો રિપોરટ્

રામ મંદિર માટે 18 કરોડમાં શા માટે ખરીદી જમીન? ટ્રસ્ટે કેન્દ્ર અને RSSને મોકલ્યો રિપોરટ્


– ઘણાં લાંબા સમયથી આ ડીલ થયેલી છે અને હજુ પણ માર્કેટ રેટ કરતા ઘણી ઓછી કિંમતે તે ખરીદવામાં આવી છે- ટ્રસ્ટ

નવી દિલ્હી, તા. 15 જૂન, 2021, મંગળવાર

અયોધ્યામાં બની રહેલા રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીમાં કૌભાંડના આરોપોને લઈ ટ્રસ્ટ ઘેરાઈ ચુક્યું છે. ત્યારે હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર વિવાદ મુદ્દે કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. ટ્રસ્ટે આ તમામ આરોપોને વિપક્ષી પાર્ટીઓના ષડયંત્ર સમાન ગણાવ્યા છે. 

ટ્રસ્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ રિપોર્ટ મોકલ્યો છે. આ રિપોર્ટમાં જમીનની ખરીદી અંગેની તમામ જાણકારી આપવામાં આવી છે અને ભાવ શા માટે અલગ-અલગ છે તે સમજાવવામાં આવ્યું છે. ટ્રસ્ટે રિપોર્ટમાં લખ્યું છે કે, કથિત જમીન કૌભાંડના આરોપો ભારતીય જનતા પાર્ટીના વિરોધીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, વિપક્ષ એવો દાવો કરી રહ્યું છે કે જે જમીનનો ભાવ 10 મિનિટ પહેલા માત્ર 2 કરોડ રૂપિયા હતો તે જમીનને ટ્રસ્ટે 18.5 કરોડ રૂપિયામાં ખરીદી છે. 

ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ફેક્ટ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદીને લઈ કેટલાક ફેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે જમીન ખરીદવામાં આવી છે તે પ્રાઈમ લોકેશન પર છે માટે તેનો ભાવ વધારે છે. જેટલી જમીન ખરીદવામાં આવી છે તેનો ભાવ 1,423 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ છે. છેલ્લા 10 વર્ષથી આ ડીલને લઈને વાત ચાલી રહી હતી જેમાં 9 લોકો સામેલ હતા. ટ્રસ્ટના કહેવા પ્રમાણે ઘણાં લાંબા સમયથી આ ડીલ થયેલી છે અને હજુ પણ માર્કેટ રેટ કરતા ઘણી ઓછી કિંમતે તે ખરીદવામાં આવી છે. 

Share: