રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ધો-6 થી 8ના વર્ગો 18મી ફેબ્રુઆરીથી થશે શરૂ

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ધો-6 થી 8ના વર્ગો 18મી ફેબ્રુઆરીથી થશે શરૂ

અમદાવાદ, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

રાજ્યમાં ધીમે-ધીમે ઘટી રહેલા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 18 ફેબ્રુઆરીથી ધો. 6થી 8ની શાળાઓ શરૂ કરવામાં આવશે.

જોકે તમામ શાળાઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. એ સિવાય ઓનલાઈન વર્ગો પણ શરૂ રહેશે.

Share: