રાજ્યમાં કોરોના વિષ્ફોટ આજે 2875 નવા કેસ, 14 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4566

રાજ્યમાં કોરોના વિષ્ફોટ આજે 2875 નવા કેસ, 14 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4566

ગાંધીનગર, 4 એપ્રિલ 2021 રવિવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ જે તીવ્ર ગતિએ ફેલાઇ રહ્યું છે, તેના કારણે રાજ્યમાં સૌ કોઇ ચિતિંત છે, રાજ્યમાં આજે  2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં આજે  2024 કોરોના દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ 15135 એક્ટિવ કેસ છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેટ 93.81 ટકા છે. 

રાજ્યમાં આજે 14 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા છે, જેમાં, સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4,  અમરેલી 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોતનું મોત થયું છે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 4566 દર્દીઓ મોતને ભેટ્યા છે. 

રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના કેસની વિગત આ મુજબ છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 646,  સુરત કોર્પોરેશનમાં 545, વડોદરા કોર્પોરેશનમાં 309, રાજકોટ  કોર્પોરેશનમાં 233, સુરત 179, પાટણ 61, ભાવનગર કોર્પોરેશન 58, વડોદરા 58, મહેસાણા-56, જામનગર કોર્પોરેશન-54, જામનગર 43, રાજકોટ 43, દાહોદ 38, પંચમહાલ 37, ગાંધીનગર 35, બનાસકાંઠા 30, ભરૂચ 30, ગાંધીનગર કોર્પોરેશન 30, ખેડા 29,  મોરબી-27, કચ્છ 26,  આણંદ 25, મહીસાગર 24, દેવભૂમિ દ્વારકા-21, સુરેન્દ્રનગર 20, ભાવનગર 19, અમરેલી 18, સાબરકાંઠા 18, તાપી 18, જુનાગઢ કોર્પોરેશન 17, છોટા ઉદેપુર 16, નર્મદા 16, વલસાડ 16 અને  નવસારી-15 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસી લગાવવામાં આવી છે. 

Share: