મહારાષ્ટ્રમાં આજથી લોકડાઉન અમલમાં

મહારાષ્ટ્રમાં આજથી લોકડાઉન અમલમાં

મુંબઇ

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાની સુનામી આવી છે. સંચારબંધી લાગુ કરવા છતાં કોરોના નિયંત્રણમાં ન આવતાં આખરે મહારાષ્ટ્ર સરકારે કડક લોકડાઉન આવતીકાલ ગુરુવાર તા. ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રાતે ૮ વાગ્યાથી ૧ મે સવારે ૭ વાગ્યા સુધી લાદવમાં આવ્યો છે. સરકાર દ્વારા આજે મોડી રાતે કડક નવી નિયામવલી જારી કરી છે. જેમાં સર્વ સરકારી કચેરીમાં ૧૫ ટકા કર્મચારીને પરવાનગી આપવામાં આવી છે. આ સાથોસાથ આંતર જિલ્લા, આંતર શહેરમાં માત્ર અત્યાવશ્યક સેવાના લોકોને જ પ્રવેશ, બાકી સામાન્ય જનતાને નહીં. મુંબઈની લોકલ, મેટ્રો અને મોનો રેલ સેવામાં માત્ર અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ પ્રવાસ કરી શકશે. સામાન્ય જનતાને પ્રવેશ નહીં. લગ્ન સમારંભ અને સાર્વજનિક પરિવહન વ્યવસ્થા બાબતે પણ કડક નિયમાવલી છે. આ અગાઉ મુકાયેલા તમામ પ્રતિબંધો યથાવત્ રહેશે. એમ નવા નિયમાવલીમાં ઉલ્લેખ કરાયો છે. ગઈ કાલે યોજાયેલી પ્રધાન મંડળની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉન મૂકવાનો નિર્ણય લીધો હતો. જે આજે જાહેર કરાયું છે.

નવા નિયમાવલી

૦- એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ, ચોક્કસ કારણ હશે તેને પ્રવેશ મળશે, અત્યાવશ્યક સેવાના લોકોને માત્ર પરવાનગી.

૦- આવતી કાલ રાતે ૮ વાગ્યાથી ૧ મે ૨૦૨૧ના સવારે ૭ વાગ્યા સુધી કડક લોકડાઉન લાગુ.

૦- મુંબઈ લોકલ ટ્રેન, મોનો અને મેટ્રો રેલમાં માત્ર અત્યાવશ્યક સેવાના લોકોને પરવાનગી. સામાન્ય જનતાને પરવાનગી નથી.

૦- બધી સરકારી કચેરીમાં કર્મચારીઓને ૧૫ ટકા સુધી ઉપસ્થિત રહેશે.

૦- તમામ ખાનગી ઓફિસો બંધ.

૦- લગ્નસમારંભમાં ૨૫ લોકોની ઉપસ્થિતિમાં કરવાની રહેશે. માત્ર બે કલાકમાં લગ્ન વિધિ પતાવી પડશે. આ નિયમ તોડનારાને ૫૦ હજાર રૃપિયાનો દંડ લેવાશે.

૦- ખાનગી વાહતૂક ફક્ત અત્યાવશ્યક સેવા પૂરતી.

૦- સાર્વજનિક બસને ૫૦ ટકા ક્ષમતાની સાથે શરૃ પણ આંતર જિલ્લા અથવા આંતર શહેર પ્રવાસ કરી શકાશે નહીં.

૦- ખાનગી બસમાં સામાન્ય નાગરિકો આંતર જિલ્લા અને આંતર શહેરમાં પ્રવાસ કરનારાને ૧૪ દિવસ ક્વોરન્ટીનનો હાથમાં સિક્કો મારવો પડશે.

Share: