મધ્ય પ્રદેશ બસ દુર્ઘટના : મૃત્યુઆંક વધીને 45 થયો, શિવરાજ સિંહે સહાયની જાહેરાત કરી

મધ્ય પ્રદેશ બસ દુર્ઘટના : મૃત્યુઆંક વધીને 45 થયો, શિવરાજ સિંહે સહાયની જાહેરાત કરી

મૃત્યુ પામનાર લોકોના પરિજનોને રાજ્ય સરકાર પાંચ લાખની સહાય આપશે

ભોપાલ, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

મધ્ય પ્રદેશના સીધીમાં મંગળવારે થયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 45 થયો છે. સીધી જિલ્લાના રામપુર નૈકિન વિસ્તારમાં મુસાફરો ભરેલી એક બસ પુલ પરથી નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટના સવારમાં લગભગ સાડા આઠ વાગ્યે થઇ હતી. આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ પરામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રા અમિત શાહ સહિત અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે.

તો  આ તરફ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે બચાવ કાર્ય પુરુ તઇ ગયું છે. 24 મહિલાઓ, 20 પુરુષો અને એક બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. નહેરમાં આવતા ડેમના પાણીને બંધ કરી દાવામાં આવ્યું અને ત્યારબાદ તેમાંથી બસ બહાર કાઢવામાં આવી છે. અત્યાર સુધી તો આ દુર્ઘટનાનું કારણ બસનું અનિયંત્રિત થવું જ લાગી રહ્યું છે.

મુખ્યમંત્રે કહ્યું કે દુર્ઘટના સમયે આ બસ સતના જઇ રહી હતી. આ દુર્ઘટનામાં આપણા જે ભાઇ બહેન મૃત્યુ પામ્યા છે, તેમના પરિજનોને તાત્કાલિક પાંચ પાંચ લાખ રુપિયાની સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવેલા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને બે બે લાખ રુપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રુપિયાની સહાય કરવામાં આવશે.

Share: