ભારતમાં આવું ક્યારે થશે? નોર્વેના વડાપ્રધાનને કોરોનાનો નિયમ તોડવા બદલ 1.75 લાખન દંડ

ભારતમાં આવું ક્યારે થશે? નોર્વેના વડાપ્રધાનને કોરોનાનો નિયમ તોડવા બદલ 1.75 લાખન દંડ

નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર

દુનિયાની સાથે ભારતમાં પણ કોરોના મહામારી આવી, તેને રોકવા માટે વિવિધ પ્રતિબંધો અને નિયમો બનાવવામાં આવ્યા. ત્યારે આપણા લોકોની સતત એક જ ફરિયદ છે કે આ નિયમો માત્ર જનતા માટે જ છે. નેતાઓ તો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરે છે. નિયમો તોડવા બદલ અત્યાર સુધીમાં લોકોને કરોડો રુપિયાનો દંડ થયો છે, જ્યારે અત્યાર સુધીમાં એક પણ નેતાને દંડ થયાનું સંભળાયું નથી.

ત્યારે યુરોપિયન દેશ નોર્વેમાં એક એવી ઘટના બની છે, જેમાંથી આપણા નેતાઓ અને પ્રશાસનના અધિકારીઓએ શીખવા જેવું છે. નોર્વેના મહિલા વડાપ્રધાન એર્ના સોલબર્ગને કોરોના સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. નોર્વેની પોલીસ દ્વારા શુક્રવારે આ માહિતિ આપવામાં આવી છે. વડાપ્રધાન એર્ના સોલબર્ગે ફેબ્રુઆરીમાં પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેમાં તેમણે 13 પરિજનો સાથે પાર્ટી કરી હતી.

નોર્વેની અંદર કોરોનાના કારણે એક જગ્યા પર 10 કરતા વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. જેના કારણે નોર્વેના વડાપ્રધાનને 20 હજાર નોર્વે ક્રાઉન્સ એટલે કે 1,75,456 રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીની વાત સામે આવ્યા બાદ વડાપ્રધાને માઉન્ટેન રિસોર્ટમાં આયોજિત આ પાર્ટી માટે માફી માંગી હતી. 

પોલીસનું કહેવું છે કે મોટાભાગના આવા મામલામાં તેઓ દંડ નથી લેતા, પરંતુ સરકારી પ્રતિબંધો લાગુ કરવામાં વડાપ્રધાન મુખ્ય ચહેરો છે. કાયદે તમામ લોકો માટે સમાન હોય છે. લોકો આ પ્રતિબંધોનું પાલન કરે તે માટે તેમને દંડ કરવો જરુરી હતો.

Share: