પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ફરી વધ્યા, જાણો કયા રાજ્યોમાં પેટ્રોલે સદી ફટકારી

પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ફરી વધ્યા, જાણો કયા રાજ્યોમાં પેટ્રોલે સદી ફટકારી

નવી દિલ્હી, 26 જુન 2021 શનિવાર

સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલનો ભાવ મહત્તમ 35 પૈસા સુધી પહોંચી ગયા છે, જ્યારે પેટ્રોલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા સહિત દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ સદી ફટકારી ચુક્યું છે. બિહારની રાજધાની પટણા અને કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પણ પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયું છે. પટણામાં પેટ્રોલ 100.14 રૂપિયા અને તિરુવનંતપુરમમાં રૂ. 100.09 પ્રતિ લિટર છે.

આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 98.11 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 88.65 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.22 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 96.16 છે.

આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ ઉપરાંત મુંબઇ, હૈદરાબાદ અને બેંગલુરુ સહિતનાં મહાનગરોમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટરના આંકને પાર કરી ચૂક્યું છે.

Share: