પેટ્રોલનાં ભાવમાં ભડકો: પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કિંમત રૂ. 100 ને પાર

પેટ્રોલનાં ભાવમાં ભડકો: પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કિંમત રૂ. 100 ને પાર

નવી દિલ્હી, 6 જુન 2021 રવિવાર

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી કોરોનાકાળમાં દેશવાસીઓની મુશ્કેલીઓ વધી છે. શનિવારે કેટલાક શહેરોમાં પેટ્રોલ લિટર દીઠ 100 રૂપિયાનાં સ્તરને વટાવી ગયું હતું, પરંતુ રવિવારે તે પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એ સ્તરે પહોંચ્યું છે. કે દેશના ઇતિહાસમાં પેટ્રોલ આટલું મોંઘું આ પહેલા ક્યારેય નથી રહ્યું.

દિલ્હીમાં પણ પેટ્રોલ 95 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. જોકે, અન્ય રાજ્યોની તુલનામાં રાજધાનીમાં ભાવ ઓછા છે. રવિવારે ઇંધણના ભાવમાં ફરી વધારો થયો છે. આને કારણે પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 95 રૂપિયાને પાર કરી ગયો છે. જ્યારે, ડીઝલ પ્રથમ વખત લિટર દીઠ 86 રૂપિયાને પાર કરી ગયું છે.

રવિવારે જારી કરવામાં આવેલી સરકારી પેટ્રોલિયમ કંપનીઓની કિંમત સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 21 પૈસા અને ડીઝલના ભાવમાં 20 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. 4 મેથી વાહનના ઇંધણના ભાવમાં 20 વખત વધારો થયો છે.

દેશના વિવિધ ભાગોમાં હવે પેટ્રોલ ઐતિહાસિક ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયું છે.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલ હાલમાં બેરલ દીઠ 72 બેરલની નજીક પહોંચી ગયું છે. તે બે વર્ષમાં પ્રથમ વખત આ સ્તરે પહોંચ્યું છે. રાજસ્થાન દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ વસૂલ કરે છે. તે પછી જ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો નંબર આવે છે.

Share: