પશ્ચિમ બંગાળ ચૂંટણી : ભાજપે પોતાના 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, નંદીગ્રામમાં મમતા VS શુંભેદુ

પશ્ચિમ બંગાળ ચૂંટણી : ભાજપે પોતાના 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, નંદીગ્રામમાં મમતા VS શુંભેદુ

કોલકાતા, તા. 6 માર્ચ 2021, શનિવાર

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ત્યારે પહેલા બે તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારોને જહેર કર્યા છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિએ બંગાળ માટે 57 ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે. 

ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયા શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે નંદીગ્રામથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે 294 વિધાનસભા સીટ ધરાવનાર પશચિમ બંગાળની અંદર 27 માર્ચથી આઠ તબકકામાં ચૂંટણીની શરુઆત થવની છે.  

પહેલી યાદીમાં ભાજપે પોતાની પાર્ટીના 56 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે પોતાની સહયોગી પાર્ટી આજસૂ માટે બાઘંડી સીટ છોડી છે. પહેલા તબક્કા માટે ખેજરી સીટ પરથી શાંતનુ પ્રમાણિક, ઝારગામથી સુખમય સતપતી, ખડકપુરથી તપન ભૂઇયા, મેદનીપુરથી સંબિત દાસને ટિકિટ આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે પશ્ચિમ બંગાળની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ સીટ પર જીત મળી હતી. જો કે આ વખતે પાર્ટી પુરી મહેનત સથે બંગાળના રણમાં ઝંપલાવી રહી છે. ભાજપે રાજ્યની 200 કરતા વધારે સીટ જીતવાનો દાવો કર્યો છે. 

તો બીજી તરફ મમતા બેનર્જીએ પોતાના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટીએમસી 291 સીટ પર ચૂંટણી લડી રહી છે. જ્યારે દાર્જલિંગની ત્રણ સીટો પોતાની સહયોગી પાર્ટીને આપવાનો નિર્ણય કર્યો છે.

Share: