પંજાબ : મુખ્યમંત્રી અમરિંદર સિંહના ઘર બહાર અકલી દળનું પ્રદર્શન, સુખબીર સિંહ બાદલની અટકાય

પંજાબ : મુખ્યમંત્રી અમરિંદર સિંહના ઘર બહાર અકલી દળનું પ્રદર્શન, સુખબીર સિંહ બાદલની અટકાય

નવી દિલ્હી, તા. 15 જૂન 2021, બુધવાર

કોરોના દર્દીઓ માટે રસીના વેચાણ અને મેડિકલ કિટની ખરીદીમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઇ તપાસની માંગને લઇને પંજાબમાં વિપક્ષી પાર્ટી અને શિરોમણી અકાલી દળના કાર્યકર્તા મુખ્યમંત્રી અમરિંદર સિંહના નિવાસ બહાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ આ ઘટનામાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બલવીર સિંહ સંધૂના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા શિરોમણી અકાળી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલની અટકાયત કરવામાં આવી છે.

અકલી દળની નવી સહયોગી પાર્ટી બસપાના પ્રમુખ જસબીર સિંહ ગાંધીએ પણ પ્રદર્શનમાં ભાગ લીધો છે. ઉલ્લેખનીય છે કે અકાલી દળે ભાજપ સાથે લાંબા સમયથી ચાલી રહેલા ગઠબંધનને તોડાયું છે. અકાલી દળ હવે એનડીએમાંથી પણ બહાર નિકળી છે. ખેડૂત આંદોલનને લઇને આ પ્રકારના ફેરફાર થયા છે, અને ભાજપની સહયોગી ગણાતી અકાલી દળ તેમના વિરોધમાં આવી છે. ત્યારે અત્યારે તેઓ પંજાબ સરકારને ઘેરી રહ્યા છે. રાજ્યમાં હવે અકાલી દળ ભાજપના બદલે બસપા સાથે મળીને મેદાનમાં ઉતરશે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષના આરોપો વચ્ચે પંજાબની કેપ્ટન અમરિંદર સરકારે ખાનગી હોસ્પિટલોને રસી સપ્લાઇ કરવાનો નિર્ણય પરત લીધો છે. રસીકરણના રાજ્યના ઇન્ચાર્જ વિકાસ ગર્ગ દ્વારા આ સબંધમાં જાહેર કરવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું કે આદેશને સાચી ભાવનાથી લેવામાં નથી આવ્યો, જેથી તેને પરત લેવામાં આવ્યો છે. 

પંજાબના ક્વોટામાં ખરીદવામાં આવેલી કોરોના રસીને ખાનગી હોસ્પિટલોને વેચવાને લઇને રાજ્ય સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. પંજાબ સરકારે 400 રુપિયા પ્રતિ ડોઝના હિસાબે રસીની ખરીદી કરી હતી, જેને પ્રાઇવેટ હોસ્પિટલોને 1060 રુપિયા પ્રતિ ડોઝ વેચી હતી. 

Share: