ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર થઇ, જાણે કેવી રીતે થશે મુલ્યાંકન!

ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર થઇ, જાણે કેવી રીતે થશે મુલ્યાંકન!

ગાંધીનગર, તા. 3 જૂન 2021, ગુરૂવર

રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકારે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર કરી છે. જે અંતર્ગત ધોરણ-10નું પરિણામ જૂન મહિનાના અંતમાં જાહેર થશે.

રાજ્ય સરકારે બનાવેલી 11 સભ્યોની કમિટી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓનું બે ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જે મુજબ માર્કશીટ બનાવતી વખતે ધોરણ 9 અને 10ની સામયિક કસોટીના ગુણ ધ્યાનમાં લેવાશે.

ધોરણ-9ની પ્રથમ, બીજી અને અંતિમ પરીક્ષા સહિત ધોરણ-10ના વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પણ ધ્યાને લેવાશે. 100 પૈકી 80 ગુણ માટે ધોરણ-9ની સામયિક કસોટી ધ્યાને લેવાશે એટલે કે શાળાકીય કસોટી અને પરીક્ષાઓના આધારે 80 ગુણ આપવામાં આવશે.

જ્યારે કે ધોરણ-9ની બીજી સામયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ ગણાશે.50 ગુણમાંથી 40 ટકા ગુણ રૂપાંતરિત થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધોરણ 10ના 8.37 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપ્યું છે. માર્કશીટ જૂનના અંત સુધીમાં આવી જશે.

Higlight

– ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મુલ્યાંકન

– પરીક્ષા અને શાળાના આંતરિક મુલ્યાંકન આધારિત

– શાળાકીય આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રહેશે 

– પરીક્ષાઓ આધારિક મુલ્યાંકનના 80 ગુણ રહેશે

– વિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે

– ધો.10ની ઓનલાઇન, ઓફલાઇન કસોટીમાંથી 30 ગુણ

– ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાંથી મહત્મ 20 ગુણ

– ધો.10ની એકમ કસોટીમાંથી મહત્મ 10 ગુણ ગણાશે

– જૂનના અંતિમ અઠવાડિયામાં જાહેર થશે પરિણામ

Share: