દિલ્હી પોલીસે સત્તાવાર રીતે 26મી જાન્યુઆરીએ ખેડુત ટ્રેક્ટર પરેડને આપી મંજુરી

દિલ્હી પોલીસે સત્તાવાર રીતે 26મી જાન્યુઆરીએ ખેડુત ટ્રેક્ટર પરેડને આપી મંજુરી

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2021 રવિવાર

દિલ્હી બોર્ડર પર ત્રણ કૃષિ કાયદોનાં વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડુતોને પ્રજાસત્તાક દિવસ ટ્રેક્ટર પરેડ માટે દિલ્હી પોલીસની સત્તાવાર મંજુરી મળી ગઇ છે, આ માહિતી સ્વરાજ્ય ઇન્ડિયાનાં યોગેન્દ્ર યાદવે આપી, દિલ્હી પોલીસની સાથે મિટિંગ યોજાયા બાદ યોગેન્દ્ર યાદવે કહ્યું કે ખેડુતોને દિલ્હી પોલીસ દ્વારા સત્તાવાર રીતે 26 જાન્યુઆરીનાં દિવસે ટ્રેક્ટર પરેડ યોજવાની મંજુરી મળી ગઇ છે. 

તે સાથે જ તેમણે ખેડુતોને અપીલ કરતા કહ્યું, જેટલા પણ સાથી પોતાની ટ્રોલિયા લઇને બેઠા છે, હું  તેમને અપીલ કરૂ છું કે માત્ર ટ્રેક્ટર જ દિલ્હીની અંદર લઇને આવે,  ટ્રોલી લઇને પ્રવેશ કરે નહીં.

આ પહેલા ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું કે 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં યોજાનારી કિસાન પરેડમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડથી પણ લગભગ 25 હજાર ટ્રેક્ટર ભાગ લેશે, તેમણે આરોપ લગાવ્યો કે બંને પ્રદેશોમાંથી નિકળીને યુપી ગેટ તરફ આગળ વધી રહેલા ટ્રેક્ટર-ટ્રોલીઓને વિવિધ જિલ્લામાં પોલીસે રોક્યા છે પરંતું ખેડુતો કોઇ પણ કિંમતે અહીં પહોચશે.

ટિકૈતએ એક નિવેદનમાં કહ્યું લગભગ 25 હજાર ટ્રેક્ટર અહીં પહોંતશે, અને પ્રજાસત્તાક દિવસનાં પ્રસંગે ટ્રેક્ટર રેલી યોજાશે, પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં જિલ્લાની સાથે અન્ય જિલ્લામાં પણ ખેડુત રેલી યોજાશે, બીકેયુનાં રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કોઇ પણ રાજકિય વ્યક્તિને તેમાં ભાગ લેવાની મંજુરી મળશે નહીં.

આ દરમિયાન આજે સિંધુ બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડુતોએ કથિત રીતે લુધિયાણાનાં કોંગ્રેસી સાંસદ રણવીત સિંહ બિટ્ટુની સાથે ધક્કા-મુક્કી કરી. જેથી માહેલ ગરમાયો હતો જો કે બાદમાં શાંતિ સ્થપાઇ હતી.

Share: