દિલ્હીમાં કરોનાનો હાહાકાર : સ્મશાનો નાના પડ્યા, હવે પાર્કમાં અતિંમ સંસ્કારના પેલ્ટફોર્મ તૈયાર થઇ રહ્યા છે

દિલ્હીમાં કરોનાનો હાહાકાર : સ્મશાનો નાના પડ્યા, હવે પાર્કમાં અતિંમ સંસ્કારના પેલ્ટફોર્મ તૈયાર થઇ રહ્યા છે

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2021, રવિવાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. વર્તમાન સમયે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત 24 હજાર કરતા વધારે કેસે સામે આવી રહ્યા છે. તો સામેની તરફ કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો પણ રેકોર્ડ બનાવી રહ્યો છે. પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે સ્મશાનમાં હવે અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાંબી લાઇનો લાગી છે. તો કેટલીક જગ્યાએ તો પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. 

આવી જ કંઇ સ્થિતિ અત્યારે દિલ્હની કાલે કાં સ્મશાન ઘાટ પર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના ત્રણેય નગર નિગમ વિસ્તારમાં કુલ 9 ક્ષેત્રમાં 21 સ્મશાન અને કબ્રિસતાન છે, પરંતુ સતત થઇ રહેલી મોતના કારણે દરેક જગ્યા પર વેઇટિંગ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સરાય કાલે ખાં વિસ્તારમાં જે બગીચા આવેલા છે, હવે તેમાં પણ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો ફરવા અને હવા ખાવા જતા હતા.

દિલ્હીના સરાય ખાં એરિયામાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર માટે પાર્કમાં અલગથી 50 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે સરાય કાલે ખાં સ્મશાનમાં પહેલાથી જ 20 પ્લેટફોર્મ છે. ત્યાંના લોકો કહે છે કે અહીં મૃતદેહો એટલા આવી રહ્યા છે કે સ્મશાન ઘાટ નાનો પડી રહ્યો છે, જેથી હવે નવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથએ જ અત્યારે સ્મશાનમાં લાકડાઓની અછત પણ સર્જાઇ છે. 

Share: