દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો

દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો

નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર

દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 4 થી 5 કારોને નુંકસાન પહોંચ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વિસ્ફોટ ફુટપાથ નજીક થયો  છે. જેના લીધે 4 થી 5 કારના કાચ તૂટ્યાં છે.

ઈઝરાયસના દૂતાવાસથી 150 મીટરની દૂરી પર આ બ્લાસ્ટ થયો છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. તેમજ દિલ્હી પોલીસના સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે.

રાજધાનીના ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયલનું દૂતાવાસ આવેલું છે. એક અધિરારી પ્રમાણે અમે સાંજે 5.45 કલાકે બ્લાસ્ટની સુચના મળી જે બાદ અમે ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. 

Share: