તામિલનાડૂના વિરુધનગરમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં આગ, છ લોકોના મોત અનેક ઘાયલ

તામિલનાડૂના વિરુધનગરમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં આગ, છ લોકોના મોત અનેક ઘાયલ

વિરુધનગર, તા. 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

તામિલનાડૂના વિરુધનગરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં શુકરવારે ભિષણ આગ લાગી છે. આગના કારણે છ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતિ મળી છે. જ્યારે આ ઘટનામાં 14 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.

એવું જાણવા મળી રહ્યું છે કે આ ફેક્ટરીમાં પહેલા વિસ્ફોટ થયો ને વિસ્ફોટ બાદ આગ લાગી. જ્યં સુધી કોઇને કંઇ સમજાય ત્યાં સુધીમાં તો આગ ફેલાઇ ચુકી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્તળ પર પહેંચી છે અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ અને પ્રશાસન દ્વારા સાવધાનીના ભાગરુપે આસપાસના મકાનો અને ઇમારતોને ખાલી કરાવવામાં આવી રહયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ લાગવાનું કારણે હજુ જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલા વિસ્ફોટ થયો હતો અને બાદમાં આગ લાગી છે. 

Share: