તાપી: સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે ઝીંક કંપનીના વિરોધને લઈ આજરોજ લોક સુનાવણી રાખવામા આવી

તાપી: સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે ઝીંક કંપનીના વિરોધને લઈ આજરોજ લોક સુનાવણી રાખવામા આવી


– આજુબાજુના ગામોના હજારોની સંખ્યામાં લોકો લોક સુનાવણીમાં ઉમટયા

– કોવિડ 19ના નિયમોનો ઊડ્યા ધજાગરા

– ઉપસ્થિત લોકો અને આગેવાનોની લોક સુનાવણી રદ કરવા માંગ

– કંપનીના કમ્પાઉન્ડ અંદર હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો ઉમટયા

– આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાશેના દાવા સાથે સ્થાનિકોનો વિરોધ

– પથ્થરમારો થતા ટીયર ગેસ છોડવામાં આવ્યા

તાપી,તા.5 જુલાઈ 2021,સોમવાર

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે શરૂ થઈ રહેલી ઝીંક કંપનીના વિરોધને લઈ આજરોજ લોક સુનાવણી રાખવામા આવી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામા આવી છે. મોટી સંખ્યામાં લોકો આ લોક સુનાવણી માં આવ્યા.વિરોધ માટે વિવિધ બેનરો સાથે લોકો હાજર રહ્યા.

ડોસવાડા ગામે હાલ શરૂ થવા જઈ રહેલી મેસર્સ હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ કંપનીના વિરોધને લઈને આજે લોક સુનાવણી રાખવામા આવી હતી. જો કે 11 વાગે શરૂ થયેલી સુનાવણીમાં આજુબાજુના 45થી વધુ ગામોના લોકો વિરોધના બેનર સાથે ત્યાં ઉમટી પડ્યા હતા અને લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી .લોકોનો રોષ જોઈને વહીવટીતંત્ર દ્વારા આ સુનાવણી મોકૂફ રાખી હતી. પરંતુ સુનાવણી મોકૂફ રાખ્યા બાદ ત્યાં ચક્કાજામ કર્યો હતો. જેથી પોલીસે તેઓને હટાવવા માટે કામગીરી શરૂ કરી હતી પરંતુ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને ત્યાં ઉભી રહેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા જેથી પોલીસે પણ સામે લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી લોકોની ભીડને દૂર કરી શકાય. આ પથ્થરમારામાં સાતથી આઠ જેટલા પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા .જેઓને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

મેસર હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ કંપનીની લોક સુનાવણીને લઈ ડોસવાડા ગામે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો છે. તેમજ સોનગઢ તાલુકાના વિવિધ આદિવાસી સંગઠનો સહિત સામાજિક રાજકીય આગેવાનો અને વિવિધ ગામોથી આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા છે. જો કે આજુબાજુના 45થી વધુ ગામવાળા લોકોએ આ કંપની આવવાથી પ્રદૂષણ ફેલાશે અને પર્યાવરણને નુકસાન થશે તેવું જણાવીને વિરોધ શરૂ કર્યો હતો. સુનાવણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. જોતજોતામાં માહોલ ગરમ થઈ જતા વહીવટી તંત્ર દ્વારા આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ થોડી ક્ષણોમાં જ લોકો દ્વારા ત્યાં રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. આ ભીડને દૂર કરવા માટે પોલીસે પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે વિફરેલી પબ્લિકે પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો અને અને પોલીસની ગાડીઓના કાચ તોડી તેમની ઊંડી વાળી દીધી હતી. પથ્થરમારામાં પોલીસ કર્મીઓ ઘવાતા પોલીસે સામેથી લાઠીચાર્જ અને ટીયરગેસ છોડવા પડ્યા હતા. ડોસવાડામાં વાતાવરણ તંગ બની જતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીઓને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Share: