ટૂલકિટ કેસ મામલે નિકિતા જૈકબને મળી મોટી રાહત, આગોતરા જામીન થયા મંજુર

ટૂલકિટ કેસ મામલે નિકિતા જૈકબને મળી મોટી રાહત, આગોતરા જામીન થયા મંજુર

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર

ટુલકિટ કેસમાં દિલ્હી પોલીસ તરફથી જાહેર બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટનો સામનો કરી રહેલી એક્ટિવિસ્ટ નિકિતા જૈકબને ટ્રાન્ઝિટ આગોતરા જામીન મળ્યા છે. બુધવારે બોમ્બે હાઈકોર્ટે તેમને ત્રણ અઠવાડિયાની વચગાળાની રાહત આપી છે. કોર્ટે તેમને 25 હજારનો બોન્ડ ભરવાનો આદેશ પણ આપ્યો છે.

બુધવારે સુનવણી દરમિયાન નિકિતા જૈકબની ટ્રાંઝિટ ABA પર બચાવ પક્ષ તરફથી કેટલાંક દસ્તાવેજ રજુ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસની દલીલો આપવામાં આવી છે. બચાવ પક્ષે શાંતનુને મળેલા વચગાળાના રાહતના નિર્ણયની કોપી કોર્ટ સામે રાખી હતી ત્યાં પણ અધિકારક્ષેત્રનો સવાલ ઉદ્ભવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે શનિવારે 22 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી. તે બાદ સોમવારે દિલ્હી પોલીસે ટૂલકિટ કેસમાં લોયર એક્ટિવિસ્ટ નિકિતા જૈકબ અને શાંતનુ મુલુક સામે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. તે બાદ નિકીતા જૈકબે બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

શાંતનુ મુલુકે પણ ઔરંગાબાગ બેચમાં જામીન અરજી કરી હતી જે બાદ 10 દિવસોના વચગાળાની જામીન મળી છે. આજે નિકિતાને 3 સપ્તાહની વચગાળાની રાહત મળી છે.

Share: