છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 451 નવા કેસ, 2 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 4374

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 451 નવા કેસ, 2 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 4374

ગાંધીનગર, 22 જાન્યુઆરી 2021 શુક્રવાર

ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ઓછો થઇ રહ્યો હોય તેવું જોવા મળ્યું રહ્યું છે, આજે રાજ્યમાં નવા 451 કોરોના દર્દી નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 700 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,48,650 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં આજે નોંધાયેલા કોરોનાનાં નવા કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 88, સુરત કોર્પોરેશન 78, વડોદરા કોર્પોરેશન 69, રાજકોટ કોર્પોરેશન 36, વડોદરા 23, સુરત 18, કચ્છ 15, રાજકોટ 15, ભરૂચ 11, પંચમહાલ 8, દાહોદ 7, સાબરકાંઠા 7, ગાંધીનગર 6, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ 6, ખેડા 6, મોરબી 6, અમરેલી 5, આણંદ 5, જામનગર કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશન 4, મહીસાગર 4, મહેસાણા 4, અમદાવાદ 3, જૂનાગઢ કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ 2, સુરેન્દ્રનગર 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

આજે 02 વ્યક્તિના મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 01 અને ડાંગના 01 વ્યક્તિનું કોરોનાને કારણે મોત થતાની સાથે જ કુલ મૃત્યુઆંક 4374 થયો છે.

રાજ્ય સરકાર દ્વારા આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અંગેની માહિતી અગાઉ આપવામાં આવતી હતી. જે હવે બંધ કરી દેવામાં આવી છે. જેથી લોકોમાં અનેક પ્રકારની શંકા-કુશંકા વ્યક્ત થઇ રહી છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,240 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 51 છે. જ્યારે 5,189 લોકો સ્ટેબલ છે. 2,48,650 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.28 ટકા થઇ ચુક્યો છે. 

Share: