ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં ધો.10-12ની પરીક્ષાઓ સ્થગિત, ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં ધો.10-12ની પરીક્ષાઓ સ્થગિત, ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

ગાંધીનગર, તા. 15 એપ્રિલ 2021, ગુરૂવાર

ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેતાં ધોરણ 10 અને 12માં લેવાનારી પરિક્ષાઓ સ્થગિત કરી છે. આ ઉપરાંત ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે લીધો છે.

બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણ વિભાગ સાથે વાત કર્યા પછીથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ કરી હતી તો 12 ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ફિટકાર લગાવી છે. ત્યારે આજે  ગુજરાતમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થિગત કરવામાં આવી છે. 

હાલની રાજ્યની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે આગામી સમયની સમીક્ષા કરીને પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતી પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે.

Share: