ગુજરાત બાદ દેશના સૌથી મોટા રાજ્યે પણ ધો.12ની પરીક્ષા રદ કરી

ગુજરાત બાદ દેશના સૌથી મોટા રાજ્યે પણ ધો.12ની પરીક્ષા રદ કરી

ઉત્તરપ્રદેશ,તા.3 જૂન 2021,ગુરૂવાર

ગુજરાત બાદ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે પણ ધો.12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીને આંતરિક મુલ્યાંકન થકી જ પાસ કરવામાં આવશે.

આ પહેલા યુપીમાં ધો.10ની પરીક્ષા પણ રદ થઈ ચુકી છે. બે દિવસ પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીબીએસઈની ધો.12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાયા બાદ હવે એક પછી એક રાજ્યો ધો.12ની પરીક્ષા રદ કરી રહ્યા છે. કારણકે રાજ્યો પર પરીક્ષા રદ કરવાનુ દબાણ વધી રહ્યુ છે.

દરમિયાન યુપીની સરકારે આજે પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. યુપી પહેલા ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના સ્ટેટ બોર્ડ ધો.12ની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી ચુક્યા છે. આ તમામ રાજ્યોમાં આ વર્ષે ઈન્ટરનલ એસેસેમેન્ટના આધારે વિદ્યાર્થીઓેને પાસ કરવામાં આવશે.

જ્યારે મહારાષ્ટ્ર સરકાર પણ આગામી એકાદ બે દિવસમાં બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે. આમ હવે દેશના મોટાભાગના રાજ્યોમાં ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Share: