ગુજરાતમાં કોરોનાનો કહેર: આજે 1415 કેસ નોંધાયા, અમદાવાદ-સુરતમાં સ્થિતી ચિંતાજનક

ગુજરાતમાં કોરોનાનો કહેર: આજે 1415 કેસ નોંધાયા, અમદાવાદ-સુરતમાં સ્થિતી ચિંતાજનક

ગાંધીનગર, 19 માર્ચ 2021 શુક્રવાર

ગુજરાતમાં વધી રહેલો કોરોનાનો કહેર સમાન્ય લોકો અને સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. આજે પણ રાજ્યમાં 1415 કેસ નોંધાયા છે તો 948 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રિકવરી રેટ 96.27  ટકા પર પહોંચ્યો છે. હાલ 6147  એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 દર્દીઓની હાલત સ્ટેબલ છે. 

રાજ્યમાં આજે વધુ 4 લોકોનાં કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1,  રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે.  

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, જેમાં સુરત કોપોરેશન 349, અમદાવાદ કોર્પોરેશન 335, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 115, સુરત 101, ભાવનગર કોર્પોરેશન 32, મહેસાણા 26, ખેડા 24, પંચમહાલ 20, વડોદરા 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન 18, સાબરકાંઠા 18, કચ્છ 17, રાજકોટ 17, ગાંધીનગર કોર્પોરેશન 15, નર્મદા 15, છોટા ઉદેપુર 14, આણંદ 12, દાહોદ 12, ગાંધીનગર 12, મહીસાગર 12, જુનાગઢ કોર્પોરેશન 11, જામનગર 10, પાટણ 10, અમદાવાદ 9, અમરેલી 9, બનાસકાંઠા 5, મોરબી 5, નવસારી 4, સુરેન્દ્રનગર 4, વલસાડ 4, અરવલ્લી 3, ગીર સોમનાથ 3, પોરબંદર 3, ડાંગ 2, દેવભૂમિ દ્વારકા 2, તાપી 2, જુનાગઢ 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 2,45,406  લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 26,41,905 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,84,482 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Share: