ગામડાઓને કોરોનાથી બચાવવા માટે રાજ્ય સરકારનું અભિયાન ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ : રુપાણીની જાહેરાત

ગામડાઓને કોરોનાથી બચાવવા માટે રાજ્ય સરકારનું અભિયાન ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ : રુપાણીની જાહેરાત

અમદાવાદ, તા. 1 મે 2021, શનિવાર

કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બનીને ત્રાટકી છે. આ વખતે ચિંતાની વાત એ પણ છે કે કોરોનાની બીજી લહરે શહેરોની સાથે સાથે ગામડોઓને પણ બાનમાં લીધા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસનો આંકડો અને સાથે સાથે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ખાસ કરીને કોઇ પ્રકારની પ્રાથમિક સુવિધા અને જાગૃતિના અભાવે ગામડાઓની હાલત અત્યારે કફોડી બના છે. રાજ્યના એવા કેટલાય ગામડાઓ છે, જ્યાં કોરોનાએ 30 કરતા વધારે લોકોનો ભોગ લીધો છે. ખોબા જેવડા ગામની અંદર 30 લોકોના મોતથી ગામડાઓમાં ભયનો માહોલ છે.

આ બધા વચ્ચે આજથી ગામડાઓ અને ગામડાના લોકોને કોરોનાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંતરી વિજય રુપાણીએ ગામડાઓમાં વધી રહેલા કોરોનાના ફેલાવાને રોકવા માટે જિલ્લા પંચાયતો સહિત સંબંધિત તંત્રને સુચના આપી. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા આજે વિગતવાર વાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્ય વ્યાપી રાજ્યમાં ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ નામનું અભિયાન શરૂ કર્યુ છે.

આ અંગે વાત કરતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે રાજ્યમાં આજથી રસીકરણની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. આ દરમિયાન કોઈ ગામડુ રસીકરણમાં બાકી ન રહે, તેનું ગ્રામ પંચાયત ખાસ ધ્યાન રાખે. યુવાનો રસી માટે જલ્દીમાં જલ્દી રજીસ્ટ્રેશન કરાવી લે. તેમણે ગુજરાતના સ્થાપના દિવસે ગ્રામ પંચાયત, ટીડીઓ, ડીડીઓ અને સરપંચોને સલાહ આપી છે એક કમિટી બનાવો. આ માટે સહકારી સંસ્થાઓને પણ છૂટ આપી છે. મારૂ ગામ કોરોના મુક્તની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, જરા પણ તાવ આવે કે તુરંત દવા લઈ લો, કોરોના થાય તેની રાહ ન જોશો.

Share: