ખેડૂત આંદોલનને લઇને વડાપ્રધાન મોદીની અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમર સાથે હાઇ લેવલ મિટીંગ

ખેડૂત આંદોલનને લઇને વડાપ્રધાન મોદીની અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમર સાથે હાઇ લેવલ મિટીંગ

ખેડૂતો અને સરકાર વચ્ચે ફરીથી વાતચીત શરુ થાય તેવી શક્યાતા

નવી દિલ્હી, તા. 3 ફેબ્રુઆરી 2021, મંગળવાર

કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા સતત 70 દિવસથી વિરોધ થઇ રહયો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે આ અંગે અનેક વખત બેઠક થઇ છે, આમ છતા કોઇ સામાધાન મળ્યું નથી. 26 જાન્યુઆરી બાદ આ આંદોલન વધારે મજબૂત થયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતોના આ આંદોન મુદ્દે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની અંદર એક હાઇ લેવલ મિટીંગ કરી હતી.

આ મિટીંગની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ખેડૂતો અને સરકાર વચ્ચે માત્ર એક ફોનનું અંતર છે. ત્યારે આજે આ આંદોલનને લઇને આ હાઇ લેવલ મિટીંગના કારણે ફરી વખત અનેક અટકળો શરુ થઇ છે. લોકો એવી આશંકાઓ વ્યક્ત કરે છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરીથી વાતચીત શરુ થવાની શક્યતા છે.

બીજી એક વાત પણ અહીં મહત્વની છે કે ગઇ કાલ સાંજથી જ આતંરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. આ બધા લોકો સરકારે બંધ કરેલા ઇન્ટરનેટ પર સવાલો ઉઠાવી રહ્યા છે.  આ બધી ઘટનાઓને ધ્યાનમાં લેતા વડાપ્રધાન મોદી, ગૃહમંત્રા શાહ અને કૃષિમંત્રી તોમરની આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. 

Share: