કોવિશિલ્ડનાં બંને ડોઝ લીધા પછી પણ 16% સેમ્પલોમાં એન્ટિબોડીઝ નહીં: સ્ટડી

કોવિશિલ્ડનાં બંને ડોઝ લીધા પછી પણ 16% સેમ્પલોમાં એન્ટિબોડીઝ નહીં: સ્ટડી

નવી દિલ્હી, 4 જુલાઇ 2021 રવિવાર

કોવિશિલ્ડ રસીના બંને ડોઝ મેળવનારા લોકોનાં 16.1 ટકા સેમ્પલોમાં કોરોના વાયરસનાં ડેલ્ટા વેરિઅન્ટ (બી 1.617.2) વિરૂધ્ધ એન્ટિબોડીઝ મળી આવ્યા નથી, એમ એક નવા સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોવિડશિલ્ડ રસીનો એક ડોઝ લીધો હોય તેવા લોકોના સેમ્પલોમાં 58.1 ટકા એન્ટિબોડીઝ જોવા મળ્યા નથી.

આ સ્ટડીએ સૂચવે છે કે ભારતમાં કેટલાક લોકોને કોવિશિલ્ડનાં વધારાનાં બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે રસીથી બનેલી એન્ટિબોડીઝની ટ્રાઇટેસ, જે કોરોનાવાયરસને નિશાન બનાવે છે અને તેને ખતમ કરે છે, ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં બી 1 સ્ટ્રેનની પ્રથમ લહેર દરમિયાન ભારતમાં ઓછી હતી.

ડેલ્ટા વેરિઅન્ટ સામે એન્ટિબોડી ટાઇટ્રેસ કોરોના બી 1 વેરિએન્ટની તુલનામાં રસીનો એક જ ડોઝ મેળવનારા લોકોમાં 78 ટકા ઓછી હતી. જ્યારે, તે બંને ડોઝ લેનારાઓમાં તે 69 ટકા ઓછી હતી. એવા લોકો કે જે સંક્રમિત થઇ ચુક્યા હતાં તેમનામાં એન્ટિબોડી ટાઇટ્રેસ એક ડોઝ લેનારામાં 66 ટકા અને બંને ડોઝ લેનારા લોકોમાં 38 ટકા ઓછું જોવા મળ્યું છે.

Share: