કોરોના સામે અસરકારક અમેરિકાની આ રસીને મળશે મંજુરી, સિપ્લા કરી શકે છે આયાત

કોરોના સામે અસરકારક અમેરિકાની આ રસીને મળશે મંજુરી, સિપ્લા કરી શકે છે આયાત

નવી દિલ્હી, 29 જુન 2021 મંગળવાર

દેશમાં કોરોનાને હરાવવા માટે રસીકરણ વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં દેશમાં એક આધુનિક રસી પણ આયાત કરી શકાય છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) જલ્દીથી સિપ્લાને મોડર્નાની રસી આયાત કરવાની મંજૂરી આપી શકે છે. 

DCGIની મંજૂરી મળ્યા બાદ દેશમાં મોડર્નાની કોરોનાની વેક્સિનનો માર્ગ મોકળો થઈ  જશે. જુલાઈથી તે અમેરિકામાં ભારત આવશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું છે. મોડર્ના અમેરિકાની કોરોનાની વેક્સિન છે. અને તે કોરોના સામે 90 ટકા અસરકારક હોવાનું તારણ છે. જુલાઈથી અમેરિકામાંથી આ વેક્સિન ભારત આવશે.

મોડર્નાએ એ પણ જણાવ્યું છે કે અમેરિકી સરકારે ભારત સરકારને ‘કોવૈક્સ’ ના માધ્યમથી કોવિડ રસીના ડોઝ દાન કરવા માટે સહમતિ આપી છે. જે નિશ્ચિત સંખ્યામાં હશે. આ રસી માટે CDSCO પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. 

સિપ્લાએ સોમવારે એક અરજી કરીને મોડર્નાની રસીની આયાત માટે મંજૂરી માંગી હતી. જેમાં DCGI ના 15 એપ્રિલ અને એક જૂનની નોટિસનો હવાલો આપવામાં આવ્યો હતો. આ નોટિસમાં કહેવાયું હતું કે જો રસીને EUએ માટે USAFDએ દ્વારા મંજૂરી અપાય છે તો રસીને ‘બ્રિઝિંગ ટ્રાયલ’ વગર માર્કેટિંગ ઓથોરાઈઝેશન આપી શકાય છે. 

Share: