કોરોના સામેની લડાઈમાં આ રાજ્યે પાંચ કરોડ લોકોનુ ટેસ્ટિંગ કરવાની સિધ્ધિ મેળવી

કોરોના સામેની લડાઈમાં આ રાજ્યે પાંચ કરોડ લોકોનુ ટેસ્ટિંગ કરવાની સિધ્ધિ મેળવી

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર

ક્રાઈમ માટે અવાર નવાર ચર્ચામાં રહેતા દેશના સૌથી મોટી રાજ્ય યુપીએ કોરોનાના મોરચે એક નોંધપાત્ર સિધ્ધિ મેળવી છે.

દેશમાં કોરોનાના પાંચ કરોડ ટેસ્ટ કરનાર યુપી પહેલુ રાજ્ય બન્યુ છે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની નીતિ પર આક્રમક બનીને કામગીરી કરી છે. જેના કારણે યુપીમાં કોરોનાના કેસ પણ ઝડપથી કાબૂમાં આવી રહ્યા હોવાનો દાવો સરકાર કરી રહી છે. યુપીમાં કોરોનામાંથી રીકવરીનો રેટ 97.1 ટકા નોંધાયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના માત્ર 1500 નવા કેસ સામે આવ્યા છે. તેની સામે 3.32 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધારે 38000 જેટલા કેસ 30 એપ્રિલે સામે આવ્યા હતા. જોકે એ પછી આક્રમક રીતે ટેસ્ટિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોન તથા ગ્રામ્ય સ્તરે નજર રાખવા માટે બનાવાયેલી સમિતિઓના કારણે કોરોનાના કેસ રાજ્યમાં ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ પણ 0.2 ટકા રહ્યો છે.

યુપીમાં મંગળવારથી 18 થી 45 વર્ષના લોકોનુ રસીકરણ શરુ કરાયુ છે અને પહેલા દિવસે 1.55 લાખ યુવાઓને રસી આપવામાં આવી હતી.

Share: