કોરોના વિષ્ફોટ, આજે રાજ્યમાં 14605 નવા કેસ, 173 દર્દીઓનાં મોતની સાથે જ કુલ મૃત્યુઆંક 7183

કોરોના વિષ્ફોટ, આજે રાજ્યમાં 14605 નવા કેસ, 173 દર્દીઓનાં મોતની સાથે જ કુલ મૃત્યુઆંક 7183

ગાંધીનગર, 30 એપ્રિલ 2021 શુક્રવાર 

ગુજરાતમાં દરરોજ વધી રહેલું કોરોના સંક્રમણ ક્યારે વિરામ લે છે તેની સૌથી કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, હાલ તો રાજ્યમાં સર્વત્ર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. જ્યારે 173 લોકોનાં મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 7183 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 10,180 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 142046 પર પહોંચી છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72  ટકા છે. 

રાજ્યમાં આજે કુલ 173 લોકોનાં કોરોનાથી મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9,   જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6, બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોતનો સમાવેશ થાય છે.  

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396,   જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267, બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179, ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. આમ કુલ- 1,20,87,266 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Share: