કોરોના : દેશના 10 જિલ્લામાં ડબલ મ્યુટેંટ વાયરસ મળ્યો, 70-80 જિલ્લામાં યુકે સ્ટ્રેન પહોંચ્યો

કોરોના : દેશના 10 જિલ્લામાં ડબલ મ્યુટેંટ વાયરસ મળ્યો, 70-80 જિલ્લામાં યુકે સ્ટ્રેન પહોંચ્યો

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2021, ગુરુવાર

કોરોના વાયરસની બીજી લહેર ભારત માટ ઘાતક સાબિત થઇ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. દેશમાં દરરોજ કોરોના વાયરસના 2 લાખ કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. તેવામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશના 10 રાજ્યોની અંદર કોરોના વાયરસના ડબલ મ્યુટેંટ મળ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરતા, કર્ણાટક અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ ડબલ મ્યુટેંટ વાયરસ અંગે જાણકારી આપી છે, પરંતુ દેશમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ માટે આ ડબલ મ્યુટેંટ જવાબદાર છે કે કેમ તે જણાવ્યું નથી. ઈ મ્યુટેંટને લઇને અત્યારે સંશોધન શરુ છે. તો આ તરફ રાજધી દિલ્હીમાં ડબલ મ્યુટેંટની સાથે સાથે યુકે વેરિએંટ પણ મળ્યો છે.

મીડિયામાં છરાયેલી રિપોર્ટ પ્રમાણે યુકે વેરિએંટ અત્યર સુધીમાં દેશના 70-80 જિલ્લામાં ફેલાઇ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે યુ કે સ્ટ્રેનના કારણે જ બ્રિટનમાં કોરોનાનો કાળઓ કહેર મચ્યો હતો. આ સટ્રેન પહેલાના સ્ટ્રેન કરતા અનેક ગણો વધારે ચેપી છે. જો કે આ સ્ટ્રેનના કારણે થનાર મૃત્યુ અંગે હજુ પણ સંશોધન શરુ છે. 

દેશમાં કોરોના વાયરસના આ પ્રકોપથ બચવા માટે વિવિધ રાજ્ય સરકારો પોતાની રીતે પ્રતિબંધો લાગુ કરી રહી છે. હાલમાં જ દિલ્હી અંદર વિકેન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. તો આ તરફ ઉત્તર પ્રદેશના 10 જિલ્લામાં નાઇટ કર્ફ્યુના સમયમાં પણ બદલાવ કરાયો છે. આ તરફ મહારાષ્ટ્રમાં 15 દિવસનું આંશિક લોકડાઉન લાગુ કરાયું છે.

 

Share: