કોરોના થયો બેકાબુ, રાજ્યમાં આજે 954 નવા કેસ, 2 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 4427

કોરોના થયો બેકાબુ, રાજ્યમાં આજે 954 નવા કેસ, 2 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 4427

ગાંધીનગર, 16 માર્ચ 2021 મંગળવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ જે તીવ્ર ગતિએ વધઈ રહ્યું છે. તેનાથી સૌ કોઇ ચિતિંત છે, રાજ્યમાં આજે 954 નવા કેસ નોંધાયા જ્યારે 703  દર્દીઓને રજા આપવામાં આવી છે, આજે  અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના સંક્રમણથી બે લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. અને અત્યાર સુધીમાં 2,70,658 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકોની સ્થિતી સ્ટેબલ છે.

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં કોરોનાનાં નોંધાયેલા કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં સુરતમાં 292 અને અમદાવાદમાં 247 કેસ, વડોદરામાં 109 અને રાજકોટમાં 85 કેસ, જામનગરમાં 20 અને ગાંધીનગરમાં 21 કેસ, ભાવનગરમાં 15 અને જૂનાગઢમાં 5 કેસ, ભરૂચમાં 29, ખેડામાં 15, આણંદમાં 14 કેસ, મહેસાણામાં 14, કચ્છ – પંચમહાલમાં 10 – 10 કેસ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગરમાં 8 – 8 કેસ, મોરબીમાં 7, અમરેલી – સાબરકાંઠામાં 6 – 6 કેસ, પાટણ – સુરેન્દ્રનગરમાં 5 – 5, અરવલ્લીમાં 3 કેસ, બનાસકાંઠા – નર્મદામાં 3 – 3, દ્વારકામાં 2 કેસ, તાપી – વલસાડમાં 2 – 2, ગીર સોમનાથમાં 1 કેસ, નવસારી અને પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયો છે. જ્યારે બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 1,72,313 લોકોને રસી લગાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 22,15,092 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,42,941 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આવતીકાલથી સુરત સહિત અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. 

Share: