કોરોનાનો કહેર: આજે રાજ્યમાં 14340 નવા કેસ નોંધાયા, 158 દર્દીઓનાં મોત

કોરોનાનો કહેર: આજે રાજ્યમાં 14340 નવા કેસ નોંધાયા, 158 દર્દીઓનાં મોત

ગાંધીનગર, 26 એપ્રિલ 2021 સોમવાર

ગુજરાતમાં કોરોના વાયરસનાં કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પરિસ્થિતી ખરેખર દયનિય બની છે, રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે 158 દર્દીઓનાં મોત થયા છે. તે સાથે જ કોરોના કુલ મૃત્યુઆંક 6486 સુધી પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 74.93 ટકા છે. 

રાજ્યમાં આજે 7727 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 1,21,461 પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. 

રાજ્યમાં આજે કુલ 158 દર્દીનાં મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત  કોર્પોરેશનમાં 23,  રાજકોટ કોર્પોરેશન-10, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન-2,   બનાસકાંઠા-4, જામનગર-7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4,  સુરેન્દ્રનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહીસાગર 2, ગાંધીનગર 1, ખેડા 1, જૂનાગઢ કોર્પોરેશન 3, ભરૂચ 2, જૂનાગઢ 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ 4 અને  બોટાદમાં 1 મોત થયું છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને  જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, અમદાવાદ કોર્પોરેશનમાં 5619, સુરત કોર્પોરેશનમાં 1472, રાજકોટ કોર્પોરેશન 546, મહેસાણા 531, વડોદરા કોર્પોરેશન-528, સુરત 404,  જામનગર કોર્પોરેશન-383, ભાવનગર કોર્પોરેશન  361,  બનાસકાંઠા 297, જામનગર-285,  દાહોદ 250,   કચ્છ 232, પાટણ 230,  સુરેન્દ્રનગર 199, ગાંધીનગર કોર્પોરેશન 188, વડોદરા 178, પંચમહાલ 176,   ભાવનગર 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહીસાગર 157, તાપ 156, ગાંધીનગર 155, ખેડા 149,   જૂનાગઢ કોર્પોરેશન 137, ભરુચ 135,  નવસારી 125,  જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77, મોરબી 66, અમદાવાદ 60, છોડા ઉદેપુર 58, દેવભૂમિ દ્વારકા 52, રાજકોટ 52, પોરબંદર 51, નર્મદા 35, ડાંગ 28 અને બોટાદ 21 કેસ નોંધાયા હતા.  

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 1,59,093 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,14,54,629 લોકોને રસી લગાવવામાં આવી છે. 

Share: