કોરોનાનો કહેર, આજે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા, 10 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4510

કોરોનાનો કહેર, આજે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા, 10 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4510

ગાંધીનગર, 30 માર્ચ 2021 ગુરૂવાર 

ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણથી સામાન્ય માણસ અને સરકાર ચિંતાતુર બની છે. છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોનાં કોરોના સંક્રમણથી મોત થયાં છે. આજે રાજ્યમાં 1988 દર્દીઓને કોરોનાથી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલા કુલ 2,88,565 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને હરાવી આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12263 પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 94.51 ટકા છે. 

રાજ્યમાં આજે 10  લોકોનાં કોરોના સંક્રમણથી મોત થયા છે, જેમા અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, અને વડોદરામાં 1 મોત સાથે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4510 થયો છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના દર્દીઓની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ  કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43,  ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13,  ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.  

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 47,45,494 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,43,855 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આમ કુલ 53,89,349 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,59,057 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 11,107 વ્યક્તિઓને બીજા ડોઝની રસી લગાવવામાં આવી છે. 

Share: