કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેકને કોરોના રસીના ભાવમાં ઘટાડો કરવા કહ્યું

કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેકને કોરોના રસીના ભાવમાં ઘટાડો કરવા કહ્યું

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2021, સોમવાર

દેશમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે રસી અને રસીકરણને લઇને અત્યારે રાજકારણ ગરમાયુ છે. દેશમાં વર્તમાન સમયે બે કોરોના વેક્સિન ઉપલબ્ધ છે. એક જે સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ઉત્પાદિત કોવીશિલ્ડ અને બીજી છે ભારત બાયોટેકની સ્વદેશી કોવેક્સિન. આ બંને કંપનીઓએ રસીના ભાવ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી હસ્પિટલો માટે કિંમત જાહેર કર્યા બાદ તે અંગે ઘમાસાણ ચાલી રહ્યું ચે. 

આ બધા વચ્ચે આજે સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેકને રસીના ભાવમાં ઘટોડ કરવાનું કહ્યું છે. સૂત્રો દ્વારા આ માહિતિ આપવામાં આવી છે. સરકારી સૂત્રોએ કહ્યું કે સરકારે બંને કંપનીઓને રસીના ભાવ ઓછા કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે રસીની કિંમતો જાહેર થયા બાદ કેન્દ્ર સરાકર વિપક્ષી દળો અને રાજ્ય સરકારના નિશાના પર છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટનું કહેવું છે કે કોરોના રસી કોવિશીલ્ડની કિંમત રાજ્ય સરકારો માટે 400 રુપિયા અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે 600 રુપિયા પ્રતિ ડોઝ હશે. જેયારે કેન્દ્ર સરકારને અત્યરે 150 રુપિયા પ્રતિ ડોઝની કિંમતે આપવામાં આવે છે. આ માટે તેમની સાથે કરાર થયો છે. જ્યારે આ કરાર સમાપ્ત થશે, ત્યારે કેન્દ્ર સરકારને પણ 400 રુપિ.ની કિંમતે આપવામાં આવશે.

ભારત બાયોટેકની કોવેક્સિનની વાત કરીએ તો તે રાજ્ય સરકારોને 600 રુપિયા અને પ્રાઇવેટ હોસ્પિટલોને 1200 રુપિયા પ્રતિ ડોઝની કિંમત પર મળશે. જ્યારે કેન્દ્ર સરકારને અત્યારે આ વેક્સિન 150 રુપિયાની કિંમત પર મળી રહી છે. જ્યારે આ રસીની નિકાસની કિંમત 15થી 20 ડલર વચ્ચે રાખવામાં આવી છે.

Share: