કેટલાક OTT પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી બતાવવામાં આવે છે, તેમનું સ્ક્રિનિંગ થવું જરુરી : સુપ્રીમ કોર્ટ

કેટલાક OTT પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી બતાવવામાં આવે છે, તેમનું સ્ક્રિનિંગ થવું જરુરી : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 4 માર્ચ 2021, ગુરુવાર

તાંડવ વેબ સારિઝને લઇને ચાલી રહેવા વિવાદની સુનવણી દરમિયાન જે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક OTT પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી દર્શાવવામાં આવે છે. આ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને સાથે જ કહ્યું કે OTT પ્લેટફોર્મ પર આવતી સામગ્રીનું સ્ક્રિનિંગ થવું જરુરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને OTT પ્લેટફોર્મ પર નિયંત્રણ માટે બનાવેલા નિયમો વિશે માહિતિ માંગી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગલી સુનવણી કાલે એટલે કે શુક્રવારના રોજ થશે.

સુપ્રીમ કોર્ટે એમેઝોન પ્રાઇમની અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી પર સુનવણી દરમિયાન આ વાત કરી છે. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝ તાંડવમાં ધાર્મિક ભાવનાઓને ભડકાવવા માટે અપર્ણા પુરોહિત સહિત અનેક કલાકારો અને તેના ડાયરેક્ટર સામે કેસ નોંધવામાં આવ્યા છે.

આ પહેલા અલ્લાહાબાદ હાઇકોર્ટે અપર્ણા પુરોહિતની અરજી ફગાવી હતી. ત્યારબાદ અપર્ણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસની માત્ર બે મિનિટ સુનવણી થઇ છે. સુનવણીની શરુઆતમાં જ જસ્ટિસ્ટ અશોક ભૂષણે કહ્યું કે OTT પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ દર્શાવવામાં આવે છે તેમનું સ્ક્રિનિંગ થવું જોઇએ.

તેમનું કહેવું છે જે રીતે ફિલ્મોને સેન્સર બોર્ડ પાસ કરે છે. તે જ રીતે OTT પ્રોગ્રામ માટે પણ તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઇએ. કોર્ટે કહ્યું કે OTT પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી બતાવે છે તોસરકારના સોલિસિટર જનરલે આ વાતને આગળ વધારતા કહ્યું કે આ સિવાય મોટાભાગના કાર્યક્રમોની અંદર ગાળઓ પણ આપવામાં આવે છે.

Share: