કુંભમેળામાં કોરોના અંગે અખાડાઓમાં વિવાદ : બૈરાગી અખાડાએ કહ્યુ – સંન્યાસી અખાડાએ કોરોના ફેલાવ્યો

કુંભમેળામાં કોરોના અંગે અખાડાઓમાં વિવાદ : બૈરાગી અખાડાએ કહ્યુ – સંન્યાસી અખાડાએ કોરોના ફેલાવ્યો

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2021, શુક્રવાર

કોરોના વાયરસના વધી રહેલા સંકટ વચ્ચે ઉત્તરાખંડમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભમાં ઘણા બધા સંતો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેવામાં અને પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે હવે કોરોના કોના કારણે ફેલાઇ રહ્યો છે તે અંગે વિવાદ શરુ થયો છે. આ મુદ્દે અખાડા અંદરો અંદર લડી રહ્યા છે. બૈરાગી અખાડાએ આરોપ લગાવ્યો છે કે કુંભમાં સન્યાંસી અખાડાના કારણે કોરોના ફેલાયો છે.

કોરોનાના વધી રહેલા સંકટ વચ્ચે અખાડાઓ વચ્ચે જંગ જામી છે. કેટલાક અખડાઓ પોતાની તરફથી કુંભ સમાપ્તિની ઘોષણા કરી છે. પરંતુ બૈરાગી અખાડાનું કહેવું છે કે કોરોના સંન્યાસી અખાડાના કારણે ફેલાયો છે. બૈરાગી અખાડાએ કોરોના નથી ફેલાવ્યો. તેવામાં કોઇ પણ એક અથવા તો બે અખાડા કુંભ ખતમ કરવાનો નિર્ણય ના કરી શકે. 

બૈરાગી અખાડા સિવાય નિર્મોહી અખાડાના અયક્ષ મહંત રાજેન્દ્ર દાસનું પણ નિવેદન આવ્યું છે કે કુંભ મેળામાં વધતા કોરોના માટે અખાડા પરિષદના મહંત નરેન્દ્રગિરિ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે કુંભમાં 14 એપ્રિલના દિવસે શાહી સ્નાન થયું હતું. ત્યારબાદ જે સમાચાર આવી રહ્યા છે તે ડરાવનારા છે. કુંભમાં અત્યાર સુધીમાં 50 કરતા વધારે સાધુ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

કુંભમાં વધી રહેલા કોરોના વચ્ચે હરિદ્વાર પ્રશાસને રેન્ડમ સેમ્પલિંગનો વ્યાપ વધાર્યો છે. હરિદ્વારમાં અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ પણ એક કારણ છે કે કોરોના કેસમાં અચાનક વધારો થઇ રહ્યો છે.

Share: