કપિલ સિબ્બલે કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા, કહ્યું – દેશને મજબૂત વિપક્ષની જરુર છે

કપિલ સિબ્બલે કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા, કહ્યું – દેશને મજબૂત વિપક્ષની જરુર છે

નવી દિલ્હી, તા. 13 જૂન 2021, રવિવાર

કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ કે જેમને રાહુલ ગાંધીના નજીકના ગણાવામાં આવતા હતા, તેમાંથી ઘણા લોકોએ પાર્ટી છોડી દીધી છે. આ યાદીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ વગેરે નામ સામેલ છે. તો રાજસ્થાનમાં પણ સચિન પાયલટ અને પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ ત્યારે નારાજ છે. તેવામાં ફરી ક વખત પાર્ટીની અંદર સવાલે ઉઠવાનું શરુ થયું છે. આ સવાલો બળ ત્યારે મળ્યું કે જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિય સિબ્બલે રવિવારે પાર્ટીના નેતૃત્વને લઇને સવાલો ઉઠાવ્યા છે.

પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં સિબ્બલે સ્વીકાર કર્યો કે વર્તમાન સમયે ભાજપ સામે કોઇ મજબૂત રાજનૈતિક વિકલ્પ નથી. જો કે તેમણે એવું પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન કરવાનો નૈતિક અધિકાર ખોઇ દીધો છે અને વર્તમાન સમયે કોંગ્રેસ વિકલ્પ બની શકે છે. 

કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું કે દેશમાં રાજનૈતિક વિકલ્પની અછત છે, દેશને એક મજબૂત અને વિશ્વસનીય વિકલ્પની જરુર છે. સિબ્બલે પાર્ટીમાં સુધારની વાત પણ કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીએ એ બતાવવાની જરુર છે કે તે સક્રિય છે અને સાર્થક રીતે કામ કરવા માટે ઇચ્છુક છે. ભારતને પુનરોત્થાનવાદી કોંગ્રેસની જરુર છે, પરંતુ પાર્ટીએ બતાવવું પડશે કે તે સક્રિય છે ને સાર્થક રીતે લોકો સાથે જોડાવા માંગે છે.

તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસને બને તેટલી જલ્દી સંગઠનાત્મક ચૂંટણીની જરુર છે. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર વ્યાપક સ્તર પર સુધારાની જરુર છે. જેથી એવું દર્શાવી શકાય કે તે હવે જડતાની સ્થિતિમાં નથી. કોંગ્રેસમાં અનુભવ અને યુવાનો વચ્ચે સંતુલન બનાવવાની તાત્કાલિક જરુર છે. 

Share: