આર્થિક પેકેજ: સરકાર EPF માં 24 ટકા ફાળો જમા કરાવશે, જાણો કયા કર્મચારીઓને મળશે લાભ

આર્થિક પેકેજ: સરકાર EPF માં 24 ટકા ફાળો જમા કરાવશે, જાણો કયા કર્મચારીઓને મળશે લાભ

નવી દિલ્હી, 28 જુન 2021 સોમવાર

કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અન્ય એક આર્થિક પેકેજની ઘોષણા કરી. આમાં આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 2022 સુધી વધારી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઓછા વેતન મેળવતા કર્મચારીઓનું 24 ટકા ઇપીએફ યોગદાન જમા કરવામાં આવશે.

આ યોજના હેઠળ, ભારત સરકારે 1 ઓક્ટોબર, 2020 માં અને પછી 30 જૂન, 2021 સુધી જોડાયેલા નવા કર્મચારીઓનાં સંબંધમાં બે વર્ષ માટે સબસિડી આપી હતી. હવે, આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાય છે.

આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે છે કે જેઓ 1 ઓક્ટોબર, 2020 પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) માં નોંધાયેલા કોઈ પણ પ્રતિષ્ઠાનમાં કામ કરતા ન હોય, અને જેમનું 1 ઓક્ટોબર 2020 પહેલા કોઇ યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે ઇપીએફ સભ્ય એકાઉન્ટ નંબર ન હોય તેમને મળશે.

ખરેખર, આત્મ નિર્ભર ભારત યોજનાનો ઉદ્દેશ દેશના સંગઠિત ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો અને કોરોના રોગચાળા દરમિયાન નવી રોજગારની તકોના નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.

Share: