અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનના કારણે થઈ રહી છે હૃદયની દુર્લભ બીમારીઓ

અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનના કારણે થઈ રહી છે હૃદયની દુર્લભ બીમારીઓ


– અડધાથી વધારે સમસ્યા 12થી 24 વર્ષની ઉંમરના લોકોને થઈ

નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર

અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે 800 કેસ સામે આવ્યા છે જેની સીડીસી દ્વારા તપાસ ચાલી રહી છે. આ આંકડા વેક્સિન સુરક્ષાને લઈ યોજાયેલી એક બેઠકમાં સામે આવ્યા છે. કેટલાક સંશોધકોએ વેક્સિનના કારણે સર્જાયેલી આ સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. 

જાણવા મળ્યા મુજબ તેમાં અડધાથી વધારે સમસ્યા 12થી 24 વર્ષની ઉંમરના લોકોને થઈ છે જ્યારે દેશમાં કરોડો વેક્સિનમાંથી માત્ર 9 ટકા જ આ ઉંમરના લોકોને અપાઈ છે. 

18 જૂનના રોજ યોજાશે બેઠક

આ જાણકારી સામે આવ્યા બાદ હવે સીડીસીના સલાહકાર વેક્સિનથી સર્જાયેલી જટિલતાઓ, માયોકાર્ડાઈટિસ અને પૈરિકાર્ડાઈટિસના કારણો જાણવા 18 જૂનના રોજ બેઠક યોજશે. 

માયોકાર્ડાઈટિસમાં હૃદયની માંસપેશીઓમાં તો પૈરિકાર્ડાઈટિસમાં હૃદયની આજુબાજુ આવેલા પટલોમાં સોજા આવવા લાગે છે. 31 મે સુધીમાં 216 લોકોને પહેલા ડોઝ બાદ અને 573 લોકોને બીજા ડોઝ બાદ માયોકાર્ડાઈટિસ કે પૈરિકાર્ડાઈટિસનો સામનો કરવો પડ્યો હતો. 16-17 વર્ષની ઉંમરના 79 અને 18-24 વર્ષની ઉંમરના 196 યુવાનોમાં આ પ્રકારના કેસ સામે આવ્યા હતા. 

Share: