અમદાવાદઃ જમાલપુર વિસ્તારમાં પાંચ માળની ઈમારત પત્તાના મહેલ માફક ધરાશાયી થઈ

અમદાવાદઃ જમાલપુર વિસ્તારમાં પાંચ માળની ઈમારત પત્તાના મહેલ માફક ધરાશાયી થઈ

અમદાવાદ, તા. 19 મે 2021, બુધવાર

અમદાવાદમાં મહામારી અને તૌકતે વાવાઝોડામાં સર્જાયેલી તબાહી વચ્ચે શહેરના જમાલપુર વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જમાલપુરમાં કાજીનાં ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારત ધરાશયી થતા ચારે તરફ નાસભાગ સર્જાઈ છે.

કાજીનાં ધાબા પાસે આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઇમારતમાં અનેક લોકો રહેતા હતા. અત્યંત ગીચ વિસ્તારમાં  આ ઘટના સર્જાઈ છે. 

મહામારી વચ્ચે જમાલપુરમાં સર્જાયેલી તબાહી વચ્ચે કેટલા લોકો ફસાયા છે તેવી વિગતો હજુ સુધી મળી નથી. આ વિસ્તાર સાંકડો હોવાથી તંત્રને અહીં પહોંચતાં નાકે દમ આવે તેવી પણ સંભાવના છે. હાલમાં સ્થાનિક લોકોએ અહીં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યાં છે. નવી જ બિલ્ડીંગ એકાએક ધરાશયી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્ર સહિત પોલીસનો કાફલો હાલમાં જમાલપુર દોડી ગયો છે.

(આ બ્રેકિંગ ન્યુઝ છે વધુ માહિતી માટે પેજ રિફ્રેશ કરતા રહો)

Share: