અન્નદાતાનું ચક્કાજામ: રાજધાનીમાં દિલ્હી પોલીસ સજ્જ, 40 હજાર જવાનો તૈનાત

અન્નદાતાનું  ચક્કાજામ: રાજધાનીમાં દિલ્હી પોલીસ સજ્જ, 40 હજાર જવાનો તૈનાત

નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2021, શનિવાર

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઈને રાજધાનીમાં ખેડુતોએ આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ચક્કાજામનું એલાન કર્યું છે. કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા માટે અને MSPની ગેરંટી સાથે ખેડુતો દિલ્હીમાં આજે ફરી એકવાર પોતાની માંગ સાથે ચક્કાજામ કરવાનું આયોજન કર્યું છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડુતોના આયોજનના પગલે દિલ્હી પોલીસે 40 હજારથી વધારે સુરક્ષાદળો તૈનાત કરી દીધાં છે જેમાં સ્થાનિક પોલીસ પણ સામેલ છે. એ સિવાય દિલ્હીના 12 મેટ્રો સ્ટેશનને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ખેડુતોના ચક્કાજામના આહ્વાન વચ્ચે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દિલ્હી પોલીસની મદદ માટે દિલ્હી બોર્ડર સહિત દિલ્હી-NCRના જુદાં-જુદાં વિસ્તારમાં અર્ધસૈનિક દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Share: